આજરોજ તારીખ ૧૩/૦૯/૨૦૨૩ ના બપોર ના ૩ વાગ્યે ગિર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામે રહેતા એક મહિલા ને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ મા કોલ કર્યો હતો આ કોલ મળતા ની સાથે જ ગિર ગઢડા ૧૦૮ની ટીમ ના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ ભરતભાઈ બારડ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પર પહોંચીને ઈ.એમ.ટી. જગદીશભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી
પણ તે મહિલા ને હોસ્પિટલ લઈ જતા અચાનક રસ્તે અસહ્ય દુખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ ૧૦૮ સેન્ટર ખાતે ના ડોક્ટર સાથે ફોન મા માર્ગદર્શન લઈ અને એમ્બ્યુલન્સ જ નોર્મલ પ્રસુતિ કરાવવાની સલાહ અને જરુરી દવા આપવામાં આવી એટલે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા અને બાળક નો જીવ બચાવ્યો હતો અને નજીક ની સરકારી હોસ્પિટલ દાખલ કરવામા આવ્યા હતા
એમ્બ્યુલન્સ મા સફળતાપૂર્વક દીકરા નો જન્મ થતા પરિવાર માં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ ના સ્ટાફ નો આભાર માન્યો હતો.ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ અને જિલ્લા અધિકારી દિપક ધ્રાણા એ પણ શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ