Latest

મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરનાર અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા અંબાજી મંદિરે ધજા ચઢાવવામાં આવી

અંબાજી, સંજીવ રાજપૂત: મેળાના અંતિમ દિવસે અંબાજી આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ દ્વારા મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જે અંતર્ગત સુપ્રિટેન્ડન્ટ વાય. કે. મકવાણાની અધ્યક્ષતામાં સ્ટાફ સાથે હોસ્પિટલ થી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી માં અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

આ પ્રસંગે સ્ટાફ ડોક્ટર્સ, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અન્ય વહીવટી અને વર્ગ ૪ નો સ્ટાફ ઢોલ સાથે મંદિર ચાચર ચોકમાં પહોંચ્યા હતા. અને માતાજીને ભક્તિભાવથી ધજા ચડાવી હતી. માતાજીના આશીર્વાદ થી મેળા દરમિયાન હોસ્પિટલમાં જે પણ કેસ આવ્યા એ સારા સાજા થઈ ગયા હતા. અને હોસ્પિટલ સ્ટાફે પણ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી હતી. જેના લીધે દર્દીઓના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *