બનાસકાંઠા જિલ્લા મા આવેલો દાંતા તાલુકો પહાડી અને જગલ વિસ્તાર થી ઘેરાયેલો છે. દાંતા અને અંબાજી ના ચારે બાજુ પહાડો અને જંગલ વિસ્તાર આવેલો છે.દાંતા તાલુકો જંગલ અને પહાડી વિસ્તાર હોવાના કારણે અનેકો જગલી જીવ જંતુઓ પણ વસવાટ કરે છે.
હાલ મા ગર્મી ની શરૂઆત થઈ છે.અને ગર્મી ની શરૂઆતે અનેકો જગ્યાએ પહાડો અને જંગલ વિસ્તાર મા આગ લાગવા ની ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ગઈ કાલે દાંતા તાલુકા ના જંગલ વિસ્તાર મા બે જગ્યાએ આગ લાગવા ની ધટના સામે આવી હતી.
ગઈ કાલે મોડી સાંજે અંબાજી નજીક આવેલા ખારાપાણી વિસ્તાર પાસે જંગલ મા આગ લાગવા ની ધટના સામે આવી છે. અંબાજી નજીક આવેલા જીએમડીસી જોડે ના જંગલ મા આગ લાગવા ના દ્રશ્યો સામે આવ્યા છે. આગ લાગવા ના કારણે દૂર દૂર થી ધુંઆ ના ગુબ્બરાઓ જોવા મળ્યા હતા. જેથી આ આગનુ વિકરાળ રૂપ જોવા મળ્યુ હતું.
જંગલ વિસ્તાર હોવાના કારણે આગ લાગવાથી ઘણા જીવજંતુ સહિત ઝાડ બળી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. અંબાજી જોડે ખારા પાણી ના જંગલમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. આગ લાગવા ની ધટના ની જાણ ફાયર બ્રિગેડ ને કરવા મા આવતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે દોડી આવી હતી ત્યાર બાદ ફાયર બ્રિગેડ ના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવ્યો હતો.
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી