શકિતપીઠ અંબાજી ખાતે વિવિઘ પ્રકારના ચેકઅપ થાય છે ત્યારે આજરોજ તા – ૫.૪.૨૩ નાં રોજ નિગમના માનનીય ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક શ્રી ની કર્મચારીઓ નાં સ્વાસ્થ્ય અને તેમના સાથે સંકળાયેલ મુસાફર જનતાના હીત ને ધ્યાને લઇ સત્વરે તમામ કર્મચારીઓ નું સ્વાસ્થ્ય ચેકઅપ કરાવવાની સકારાત્મક સૂચનાઓ
અન્વયે પાલનપુર વિભાગ નાં વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચોધરી સાહેબ નાં માર્ગદર્શન અને અંબાજી સિવિલ નાં સુપ્રિટેન્ડેન્ટ શ્રી યજુવેન્દ્ર મકવાણા સાહેબ નાં સહકાર થકી આજે અંબાજી ડેપોના તમામ ડ્રાઈવર / કંડકટર અને મીકેનીક મિત્રો માટે અર્થપૂર્ણ મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું
જેમાં ડૉ. રાધેય જોષી તથા તેમની ટીમ.દ્વારા સુંદર આયોજન કરી અને તમામ કર્મચારીઓ નાં સ્વાસ્થ્ય ની ચકાસણી કરી સુંદર સાથ સહકાર આપેલ આ તબક્કે અંબાજી એસ.ટી ડેપોમેનેજર રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા હંમેશા નાં માર્ગદર્શન અને સકારાત્મક જરૂરી મદદ માટે સૌ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી