સમાજના 3 લોકો ઉપર થયેલ ખોટી ફરિયાદ સંદર્ભે આપ્યું આવેદનપત્ર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરના સીટી પોલીસ મથકે એક સમાજના 3 લોકો સામે એક મહીના પછી ફરિયાદ નોંધાતા સમાજે રોષ વ્યક્ત કરેલ સમાજના આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ જે લોકો સામે ફરિયાદ નોંધવા પામી છે
તેમાં હિતેશભાઈ રાતડીયા 14/15 અને 16 તારીખે ધરે જ હોવાનું જણાવેલ આ ઉપરાંત સીસીટીવી સહિત ચેક કરવા પણ અનૂરોધ કરેલ જ્યારે પોલીસે કોઈપણ જાતની તપાસ કર્યા વિના ફરિયાદ નોંધી હોવાનું આવેદનપત્ર રજુઆત કરવામાં આવી છે છે સમાજના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આની ઉચ્ચ તપાસ કરી યોગ્ય કાર્યવાહી સાથે ફરિયાદ રદ કરવામાં આવે અને ખોટી ફરિયાદ દાખલ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરી કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
આજરોજ 1000 થી વધુ સમાજના આગેવાનો ધ્રાગધા હિન્દુ સંગઠન , સામાજીક સંગઠનો , વેપારીઓ સહિત આજરોજ ધ્રાગધા ડેપ્યુટી કલેકટર તથા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ સાથે આ આવેદનપત્રની નકલ ધારાસભ્ય પ્રકાશ વરમોરા , સીટી પીઆઈ , રેન્જ આઇજી , ગૃહ મંત્રી સહિત ને નકલ રવાના કરવામાં આવી હતી
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા