Latest

અમદાવાદ એરપોર્ટ પર જોવા મળશે ગરવી ગુજરાતના સમૃદ્ધ વારસાને જીવંત કરતું પ્રદર્શન

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પ્રચાર પ્રસાર કરવામાં ગૌરવ અનુભવે છે. એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યુરિટી હોલ્ડ એરિયામાં બનેલી હેરિટેજ વોલ આ જ પરંપરાને આગળ ધપાવી રહી છે.જેમાં ગુજરાતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને જીવંત પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીઝની યાદીમાં સમાવિષ્ટ અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે. SVPI એરપોર્ટ ટર્મિનલ પર મનમોહક કળાપ્રદર્શનમાં ગુજરાતના જીવંત ઇતિહાસ, ખમીરવંતી પ્રજા, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, તહેવારો અને વારસાનું નિરુપણ કરવામાં આવ્યું છે. પ્રવાસીઓ 1940ના દાયકામાં અમદાવાદ એરપોર્ટના પ્રારંભિક દિવસોનો આનંદ માણી શકે તેવા દ્શ્યો પણ મૂકવામાં આવ્યા છે.

છબીઓમાં ગુજરાતના પનોતા પૂત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વપ્નદ્રષ્ટાઓ તેના પરિસરને આશીર્વાદ આપતા હોય તેવા અલભ્ય દૃશ્યો પણ સમાવવામાં આવ્યા છે. મનમોહક કળાપ્રદર્શનમાં ગુજરાતનું પ્રખ્યાત ગીર જંગલ, ગ્રાન્ડ કાઈટ ફેસ્ટિવલ, મનમોહક કચ્છનું રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ એરપોર્ટની જૂની તસવીરો વગેરે પણ સામેલ છે.

પ્રદર્શનમાં કચ્છના કુશળ કારીગરોની પરંપરાગત હસ્તકલા લિપ્પન આર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલાત્મક સ્વરૂપ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત કરે છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પરથી મુસાફરો હવે ‘અમારું ગુજરાત’ (આપણું ગુજરાત) ની ભાવનાને ગૌરવ આપતો અનુભવ કરી શકશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *