Latest

ગાંધીધામ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ કચ્છ’ સમિટનો પ્રારંભ કરાવતા રાજ્યમંત્રીઓ

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લા વહીવટીતંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે ‘વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ કચ્છ’ સમિટનો માન. રાજ્યમંત્રી જગદીશ પંચાલના વરદ હસ્તે તેમજ પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો.

“વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રીકટ” કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા. આપણા રાજ્યને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવામાં ‘વાઇબ્રન્ટ ગુજરાત’નું મહત્વપૂર્ણ યોગદાન છે.

આ તકે માન. પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિશ્વકક્ષાના પ્રોડક્ટ્સના નિર્માણ સાથે વિકાસના રથને નિરંતર આગળ વધારી રહી છે,

ત્યારે સાંસ્કૃતિક વિરાસતનો અતુલ્ય વારસો‌ એવા કચ્છના વિકાસ માટે વધુમાં વધુ રોકાણ કરીને નવભારત નિર્માણમાં સહભાગી થવા માન. રાજયમંત્રી પ્રફુલભાઈએ આ તકે સૌ ઉદ્યોગ સાહસિકોને અપીલ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *