અમદાવાદ, સંજીવ રાજપૂત: સફાઈ કર્મચારીઓના કલ્યાણ અર્થે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છકાર સ્વાભિમાન યાત્રાનું અમદાવાદમાં આગમન થયું હતું.
અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સફાઈ કામદારોના આવાસ ખાતે આવેલ મહાકાળી મંદિરમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારોએ સૌપ્રથમ દર્શન કરીને શહેરના વિવિધ વાલ્મિકી વિસ્તારોમાં રહેતા વાલ્મિકી સમાજના આગેવાનોનો લોક સંપર્ક કરીને વાલ્મિકી સમાજના વિકાસ અને સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી.
મહાકાળી મંદિરના મહંત શ્રી ભરત દાસ મહારાજ એ અખિલ ભારતીય સફાઈ મજદુર સંઘ ઉત્તર પ્રદેશના સર્વે હોદ્દેદારોનું ફુલ હાર અને શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. જ્યારે શ્રી પપ્પુ તારાચંદ પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશને પાઘડી પહેરાવી સમાજનું ગૌરવ વધારવા બદલ સન્માન કરેલ. મંદીરના મહંતશ્રીએ વાલ્મિકી સમાજના કલ્યાણ માટે સમગ્ર દેશમાં અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના હોદ્દેદારો દ્વારા જે યાત્રા નીકળવામાં આવી છે તે બદલ હોદ્દેદારોને અભિનંદન આપ્યા હતા. અને ગુજરાતના વાલ્મિકી સમાજના વિવિધ પ્રશ્નો થી માહિતગાર કર્યા હતા.
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના સર્વે હોદ્દેદારોએ અમદાવાદ પશ્ચિમના પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીના રાણીપ સ્થિત નિવાસ્થાને શુભેચ્છા મુલાકાત કરીને ડોક્ટર કિરીટભાઈ સોલંકીને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરીને શ્રી સંજય કુમાર ઉર્ફે પપ્પુ તારાચંદ પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશ એ અહોભાવ સાથે જણાવ્યું હતું કે સમગ્ર અનુસૂચિત જાતિના કલ્યાણની સાથે વાલ્મિકી સમાજના વિકાસ માટે જાગૃત જન પ્રતિનિધિ તરીકે પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ લોકસભામાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તદ ઉપરાંત અનુસૂચિત જાતિ અનુસૂચિ જનજાતિ સંસદીય કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે રહીને કરેલ કામગીરીના કારણે ભારત સરકારના વિવિધ વિભાગો માં વાલ્મિકી સમાજના લોકોને તેનો બહોળો લાભ મળ્યો છે.
સમગ્ર દેશનો વાલ્મિકી સમાજ પૂર્વ સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી સાહેબનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે વાલ્મિકી સમાજને ડોક્ટર કિરીટભાઈ સોલંકી જેવા વગદાર, અભ્યાસુ નેતાની છત્રછાયામાં સરકારની વિકાસશીલ ગતિ થી વિકસિત થવાનો શુભ અવસર મળ્યો છે જે આનંદની વાત છે.
અસારવા અમદાવાદના લોકપ્રિય મહિલા ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન મુકેશભાઈ વાઘેલાના અસારવા વિધાનસભા કાર્યાલયની મુલાકાત કરીને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના સર્વ હોદ્દેદારોએ વાલ્મિકી સમાજમાંથી ખૂબ જ નાની ઉંમરે અસારવા વિધાનસભાના ધારાસભ્ય બનવા બદલ તેમજ જાહેર જીવનમાં વાલ્મિકી સમાજની એક આગવી ઓળખ ઉભી કરવા બદલ શ્રીમતી દર્શનાબેન વાઘેલાને સન્માનિત કરવાની સાથે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ધારાસભ્ય શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ સર્વ સમાજની સાથે વાલ્મિકી સમાજ ના વિકાસ માટે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની નીતિ અનુરૂપ હર હંમેશ જાગૃત રહીને કાર્યરત થઈને કાર્ય કરવાની વાત કરી હતી તેમજ અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના સર્વે હોદ્દેદારોને વાલ્મિકી સમાજના કલ્યાણ માટે ભારત યાત્રાનું સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ઉત્તર પ્રદેશના ઉપક્રમે અમદાવાદ ખાતે યોજાયેલી યાત્રામાં સુપ્રસિદ્ધ આર્કિટેક રાજેશકુમાર વાલ્મિકી, ડોક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ડિરેક્ટર અરુણકુમાર સાધુ , વાલ્મિકી સમાજના યુવા સામાજિક આગેવાન રાજેશકુમાર સોમાભાઈ ચાવડા સહિતના કાર્યકરો આગેવાનો જોડાયા હતા.