શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે માં અંબાના મંદિર સિવાય વિવિઘ ભગવાનનાં મંદિરો આવેલા છે ત્યારે અંબાજી થી આબુરોડ માર્ગ પર આવેલા પ્રસિદ્ધ શીતળા માતાજીના મંદિરે ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
18 ઓગષ્ટના રોજ શીતળા સાતમ હોઈ ભક્તો માતાજીને ઠંડુ ભોજન ધરાવવા આવ્યાં હતા અને માતાજીની આરાધના કરી હતી. શીતળા માતાજીના મંદિરે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો અને તમામ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તકના મંદિરમાં સિકયુરિટી ગાર્ડ ફરજ બજાવતા જોવા મળ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી