એમ તો સુરત શહેર સમગ્ર વિશ્વમાં ટેક્સટાઇલ અને હીરાની નગરી સાથે ખાવા પીવા મોજ મસ્તી માટે વિશ્વ વિખ્યાત શહેર છે.ત્યારે હવે બીજી તરફ ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સાથે-સાથે સુરત શહેર અંગદાન માટે પણ સતત અગ્રેસર રહી અન્ય શહેરો માટે પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યું છે.
સુરત શહેરમાં સતત ઓર્ગન ડોનેશન માટે લોકો જાગૃત થઈ રહ્યા છે અને અંગદાન કરી રહ્યા છે.ત્યારે હવે અંગદાન માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ એપી સેન્ટર તરીકે ઉભરી રહ્યું છે.
રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી એવી નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં જ 6 વ્યક્તિઓનું અંગદાન કરી 16 લોકોને નવું જીવન આપ્યું છે.સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે ગતરોજ ડીંડોલી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય કાશીનાથ હરિશંકર રાજભર 5 દિવસ પહેલા રિક્ષામાંથી અચાનક બેભાન થઈ નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો
જ્યાં ડોકટરો સીટી સ્કેન અને એમ.આર.આઈમાં મગજમાં લોહીનો ગઠો હોવાનું બહાર આવ્યું હતું જેથી કાશીનાથને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબો બ્રેન્ડેડ જાહેર કરતા કાશીનાથના પરિવારે અંગદાન કરવા માટે જણાવ્યું હતું
જે અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા કિડની અને લીવરનું દાન કરાવી ત્રણ વ્યક્તિઓને નવું જીવન આપ્યું હતું. સિવિલ હોસ્પિટલમાંથી ગત 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધીમાં કુલ 6 વ્યક્તિઓના અંગદાન કરવામાં આવ્યા હતા આ 6 વ્યક્તિઓના અંગદાનથી 16 લોકોને જીવવાની વધુ એક તક મળી હતી.
ત્યારે બીજી તરફ આ અંગે વધુ માહિતી આપતા સુરત સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં 23 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી 10 દિવસમાં કુલ 6 વ્યક્તિઓએ સિવિલ હોસ્પિટલમાંથી અંગદાન કરવામાં આવ્યો હતો આગામી દિવસોમાં વધુ લોકો સિવિલ હોસ્પિટલમાંથી અંગદાન કરે તેવી શકયતા વધી રહી છે જેને લઈ હવે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ઓર્ગન ડોનેશન માટે એક નવો સેન્ટર બની રહ્યું છે.
અંગદાન માટે નવું એપી સેન્ટર તરીકે ઉભરતું સુરત સિવિલ હોસ્પિટલ.
10 દિવસમાં સિવિલ હોસ્પિટલમાંથી 6 વ્યક્તિઓનું અંગદાન કરી 16ને નવ જીવન મળ્યો.
10 દિવસમાં 6 વ્યક્તિઓએ અંગદાન કરી 16ના જીવ બચાવ્યા.