અમદાવાદ: અમદાવાદ સાયન્સ સીટી ખાતે બાળકો માટે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર “ફંકશનલ વિઝન સ્કૂલ સ્ક્રીનિંગ” કેમ્પનું ત્રિ દિવસીય આયોજન કરવામાં આવ્યું.
મોબાઈલ, ટેલિવિઝન, લેપટોપ, કપ્મ્યુટર જેવા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના વધારે પડતા ઉપયોગથી આજના બાળકો નાની ઉંમરથી જ આંખોની દ્રષ્ટિની નાની મોટી અનેક સમસ્યાઓથી પીડાતા જોવા મળે છે, આજે આંખની મોટા ભાગની સમસ્યાઓને આંખોના નંબર સમજી તેના તરફ દુર્લક્ષ સેવાતું હોય છે.
પરંતુ આધુનિક સમયમાં ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટના વધુ પડતા ઉપયોગને કારણે આંખોમાં અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓ સર્જાતી હોય છે ત્યારે, જો સમયસર આવી સમસ્યાઓનુ નિદાન કરી તેની યોગ્ય સારવાર મેવવવામાં આવે તો આંખોની અનેક સમસ્યાઓથી સમયસર છુટકારો પણ મેળવી શકાય છે, આવી ગંભીર સમસ્યાઓથી બાળકોને સમયસર બચાવવાના આશયથી સાયન્સસીટી વિસ્તારના જાણીતા યોગ ટ્રેનર શ્રી કૌશલ સતાપરા અને “કે કે ન્યુરો વિઝન થેરાપી” ના વિકાસ મિશ્રાએ સાથે મળી અમદાવાદની એસ. એસ. ડિવાઇન સ્કૂલ સાયન્સ સીટી ખાતે બાળકો માટે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર “ફંકશનલ વિઝન સ્કૂલ સ્ક્રીનિંગ” કેમ્પનું ત્રિ દિવસીય આયોજન કર્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની આંખોના નંબર ઉપરાંત વિઝયુલ અકઇટી, કલર વિઝન, કોન્ટાસ્ટ્ વિઝન, બાઈનોક્યુલર વિઝ્યુલ એફિસિએંસી, આઈ ટીમીન્ગ, આઈ ફોકસીંગ, આઈ ટ્રેકિંગ જેવી વિવિધ સમસ્યા ઓનું નિઃશુલ્ક નિદાન કરી તેના નિરાકરણ માટે જરૂરી માર્ગ દર્શન આપ્યું હતું.
આ ઉપરાંત નજીકના સમયમાં શ્રી કૌશલ સતાપરા અને શ્રી વિકાસ મિશ્રા દ્વારા અમદાવાદ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં “ફંકશનલ વિઝન સ્કૂલ સ્ક્રીનિંગ” કેમ્પનું આયોજન કરી જરૂરિયાત વાળા બાળકોને યોગ્ય માર્ગદર્શન આપી આવી ગંભીર સમસ્યાઓથી છુટકારો મેવવવાનું આયોજન પણ કરવામાં આવનાર છે.