Latest

વડોદરાની પૂર આપદામાં રાહત અને બચાવ કામગીરીનો તાગ મેળવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઇ સંઘવી

વડોદરા, સંજીવ રાજપૂત: વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પૂરના કારણે ઊભી થયેલી આપદામાં રાજ્ય સરકાર તમામ સહાય અને મદદ કરી રહી હોવાની ધરપત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી છે.તેઓ વડોદરા આવી પહોંચ્યા હતા અને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રીએ વડોદરાની સ્થિતિનો તાગ મેળવ્યા બાદ સમૂહ માધ્યમો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ધીમે ધીમે પૂરના પાણી ઓસરી રહ્યા છે અને રાજ્ય સરકારનું સંપૂર્ણ લક્ષ રાહત અને બચાવની કામગીરી ઉપર છે.વડોદરા શહેરમાં બચાવ કામગીરી માટે રાજ્ય સરકાર દ્વારા આર્મીની ત્રણ, એન. ડી.આર.એફ અને એસ.ડી.આર.એફ ની સાત ટીમો કાર્યરત છે. આ ઉપરાંત અમદાવાદ અને સુરત સહિતના શહેરોમાંથી ફાયરની નવ ટીમો વડોદરા મોકલવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, વડોદરા શહેરમાં પાણી વિતરણ કરતા ૧૩ સંપ બંધ થયા હતા જે પૈકી હવે માત્ર ચાર જ બંધ હાલતમાં છે. આવી કપરી પરિસ્થિતિમાં શહેરમાં વીજ વિતરણ કરતા ૧૧૮ ફીડર બંધ થઈ ગયા હતા. જે પૈકી ૨૨ ફીડર આજ ગુરુવાર મોડી સાંજ સુધીમાં શરૂ થઈ જશે.બાકીના ૧૨ ફિડરોમાં હજુ પાણી ભરાયું છે તેને પાણી ઓસરતાં તુરંત શરૂ કરી દેવામાં આવશે. એ જ રીતે ૧૫૦ ટ્રાન્સફોર્મરો મોડી રાત સુધીમાં કાર્યરત થઇ જશે આ કામગીરી માટે ૪૦ ટીમ કાર્યરત છે એટલું જ નહિ વધારાની ૧૦ ટીમ પણ કામે લગાડવામાં આવી છે.

તેમણે કહ્યું કે, ૩૪ પાણી વિતરણ વ્યવસ્થાઓ પૈકી ૩૩ શરૂ થઈ ગઈ છે.૪૪૧ એમ.એલ. ડી પાણીનું સુપર ક્લોરીનેશન કરી વિતરણ કરવામાં આવ્યું છે.શહેરના દસ ટકા વિસ્તારમાં ૪૦ જેટલા ટેન્કર મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં ૧૮૫ મેટ્રિક ટન કચરો સાફ કરવામાં આવ્યો છે. પૂર ઓસરતાની સાથે સફાઈ અને આરોગ્યની બાબતને ધ્યાને રાખી ૪૮ જે.સી.બી, ૭૮ ડમ્પર, ૬૩ ટ્રેક્ટર તથા ૨૩૨ કચરા ગાડી સફાઇ કામગીરીમાં જોડાશે. તેમ તેમણે ઉમેર્યું હતું.

શહેરમાં હાલમાં આરોગ્ય ટીમો દ્વારા લોકોના આરોગ્યની દરકાર લેવામાં આવી રહી છે.શહેર જિલ્લાના ૪૦ પી.એચ સી,ચાર સી.એચ સી અને ૭૨ શહેરી આરોગ્ય કેન્દ્રો અને ૧૩૫૦ આરોગ્ય કર્મીઓ આ કામગીરીમાં જોડાયા છે.મંત્રીએ ખાનગી તબીબોને પણ આ કામગીરીમાં જોડાવા અપીલ કરી હતી.

મંત્રીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી નુકશાની સર્વે,બચાવ અને રાહત, આરોગ્ય,સફાઈ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. તેઓએ સિટી કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

આ પ્રસંગે મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલ,મેયર શ્રીમતી પિન્કીબેન સોની, સાંસદ, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *