આણંદ, સંજીવ રાજપૂત:: આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના માણેજ મુકામેના મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે સમગ્ર રાજ્યના બી.આર.સી – યુ.આર.સી. કો-ઓર્ડીનેટર્સ માટે સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આયોજિત બે દિવસીય કાર્યશાળા પૂર્ણાહુતી અવસરે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રહી હતી.આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાંથી ૩૦૦થી વધુ બી.આર.સી તથા યુ.આર.સી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળાના પૂર્ણાહુતીના અવસરે રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા જણાવ્યું હતું કે,સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષકોએ કર્મ સિદ્ધાંતમાં દ્રઢ પણે માનીને કાર્યપ્રણાલી અપનાવીને ભવિષ્યની પેઢીનું ઘડતર કરવું જોઈએ.
વધુમાં તેમણે ઉપસ્થિત બી.આર.સી તથા યુ.આર.સીને જણાવ્યું હતું કે, શિક્ષકોએ એવી રીતે શિક્ષણ કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને જે તે ગામમાં નોકરી કરતા હોય તે તેમના શિક્ષણ કાર્યને વખાણવા જોઈએ,તો જ શિક્ષક તરીકેની કારકિર્દી સફળ થઈ ગણાય,તેમ રાજ્ય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.
વધુમાં તેમણે ઉપસ્થિત શિક્ષકોને કેળવણીકાર ગિજુભાઈ બધેકાના જીવન પ્રસંગોને અચૂક વાંચવાની પણ હિમાયત કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નાના ભૂલકાંઓને સરળતાથી પાયાનું શિક્ષણ કાર્ય આપવામાં સરળતા રહે તે માટે વર્ષ ૨૦૨૫-૨૬નુ ધોરણ -૧ માટેનું નિપુણ કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.
આ બે દિવસીય કાર્યશાળામાં જેવી પ્રવૃત્તિઓ/કાર્યક્રમોની સઘન જાણકારી મળી રહે તે હેતુસર તથા પ્રોજેકટ અંતર્ગતની જે તે શાખા ધ્વારા બજેટ અન્વયે થઈ રહેલ કામગીરી, તે અન્વયે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેના નિરાકરણ માટેના ઉપાયો અને હવે પછી થનાર કાર્યવાહીની વિગતો વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પૂરું પાડવામાં આવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટરને સમગ્ર શિક્ષાના હેતુઓ, ધ્યેયો, ગુણવત્તાલક્ષી કાર્યક્રમો, નૂતન પ્રવાહોથી વાકેફ કરવા તથા પ્રોજેકટ અંતર્ગત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શાળા મુલાકાત, શૈક્ષણિક માર્ગદર્શન તથા શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન કરી શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકનની ઓનલાઈન એન્ટ્રી કરવી, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રજ્ઞા શાળા મુલાકાત અને માર્ગદર્શન, ઈ-કન્ટેન્ટ,સ્કુલ ઓફ એકસેલન્સ અંતર્ગતની પ્રવૃત્તિઓ વગેરેની જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીત કુમારે એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ એન પટેલ,સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ શિલ્પાબેન પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત સમગ્ર રાજ્યમાંથી બી આર સી તથા યુ.આર.સી કો ઓર્ડીનેટર્સ ઉપસ્થિત રહ્યાં હતા.