Latest

વિઝન થી મિશન સુધી સમગ્ર શિક્ષા માટે સક્ષમ કો-ઓર્ડીનેટર્સ

મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે યોજાયેલ બીઆરસી- યુઆરસી કો-ઓર્ડીનેટર્સ માટેની બે દિવસીય કાર્યશાળાના  પૂર્ણાહુતીના અવસરે રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની  પ્રેરક ઉપસ્થિતિ

કર્મના સિધ્ધાંતને આધારે પોતાનું શ્રેષ્ઠ કર્તવ્ય નિભાવવા હિમાયત કરતાં રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

આણંદ, બુધવાર:: આણંદ જિલ્લામાં પેટલાદ તાલુકાના માણેજ મુકામેના  મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે સમગ્ર રાજ્યના બી.આર.સી – યુ.આર.સી. કો-ઓર્ડીનેટર્સ માટે સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આયોજિત બે દિવસીય કાર્યશાળા પૂર્ણાહુતી અવસરે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની  પ્રેરક ઉપસ્થિતિમાં રહી હતી.આ કાર્યશાળામાં સમગ્ર રાજ્યમાંથી  ૩૦૦થી વધુ બી.આર.સી તથા યુ.આર.સી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યશાળાના પૂર્ણાહુતીના અવસરે રાજ્ય શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા જણાવ્યું હતું કે,સરસ્વતીના ઉપાસકો એવા  શિક્ષકોએ કર્મ સિદ્ધાંતમાં દ્રઢ પણે માનીને કાર્યપ્રણાલી અપનાવીને ભવિષ્યની પેઢીનું ઘડતર કરવું જોઈએ.

વધુમાં તેમણે ઉપસ્થિત બી.આર.સી તથા યુ.આર.સીને જણાવ્યું હતું કે, શિક્ષકોએ એવી રીતે શિક્ષણ કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને  જે તે ગામમાં નોકરી કરતા હોય તે તેમના શિક્ષણ કાર્યને વખાણવા જોઈએ,તો જ શિક્ષક તરીકેની કારકિર્દી સફળ થઈ ગણાય,તેમ રાજ્ય મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

વધુમાં તેમણે ઉપસ્થિત શિક્ષકોને કેળવણીકાર ગિજુભાઈ બધેકાના જીવન પ્રસંગોને અચૂક વાંચવાની પણ હિમાયત કરી હતી.

આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા નાના ભૂલકાંઓને સરળતાથી પાયાનું શિક્ષણ કાર્ય આપવામાં સરળતા રહે તે માટે  વર્ષ ૨૦૨૫-૨૬નુ ધોરણ -૧ માટેનું નિપુણ કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.

આ બે દિવસીય કાર્યશાળામાં જેવી પ્રવૃત્તિઓ/કાર્યક્રમોની સઘન જાણકારી મળી રહે તે હેતુસર તથા પ્રોજેકટ અંતર્ગતની જે તે શાખા ધ્વારા બજેટ અન્વયે થઈ રહેલ કામગીરી, તે અન્વયે પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેના નિરાકરણ માટેના ઉપાયો અને હવે પછી થનાર કાર્યવાહીની વિગતો વગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન તજજ્ઞો દ્વારા પૂરું પાડવામાં આવ્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆરસી/યુઆરસી કો.ઓર્ડિનેટરને સમગ્ર શિક્ષાના હેતુઓ, ધ્યેયો, ગુણવત્તાલક્ષી કાર્યક્રમો, નૂતન પ્રવાહોથી વાકેફ કરવા તથા પ્રોજેકટ અંતર્ગત ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ, શાળા મુલાકાત, શૈક્ષણિક માર્ગદર્શન તથા શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકન કરી શાળા મુલાકાત અને વર્ગખંડ અવલોકનની ઓનલાઈન એન્ટ્રી કરવી, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પ્રજ્ઞા શાળા મુલાકાત અને માર્ગદર્શન,ઈ-કન્ટેન્ટ,સ્કુલ ઓફ એકસેલન્સ અંતર્ગતની પ્રવૃત્તિઓ વગેરેની જાણકારી આપવામાં આવી હતી.

આ પ્રસંગે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રણજીત કુમારે એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી એમ એન પટેલ,સમગ્ર શિક્ષા અભિયાનના સચિવશ્રી શિલ્પાબેન પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અર્ચનાબેન પ્રજાપતિ, જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી સહિત સમગ્ર રાજ્યમાંથી બી આર સી તથા યુ.આર.સી કો ઓર્ડીનેટર્સ ઉપસ્થિત રહ્યાં હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *