શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી ખાતે આગામી દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષનો પર્વ આવતો હોઈ અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બેસતા વર્ષના દિવસે 26 ઓકટોબરે સવારે 6 વાગ્યે મંગળા આરતી કરવામાં આવશે ત્યારબાદ 27 થી 29 ઓકટોબરના દિવસે સવારે 6:30 વાગે મંગળા આરતી કરવામાં આવશે.
:- 26/10/22 દર્શન સમય :-
સવારે મંગળા આરતી – 6 થી 6:30
સવારે દર્શન – 6:30 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
:- 27 થી 29 ઓક્ટોમ્બર સમય :-
સવારે મંગળા આરતી – 6:30 થી 7
સવારે દર્શન – 7 થી 11:30
રાજભોગ બપોરે – 12 વાગે
બપોરે દર્શન – 12:30 થી 4:15
સાંજે આરતી – 6:30 થી 7
સાંજે દર્શન – 7 થી 9
અંબાજી પ્રહલાદ પૂજારી