Latest

સણોસરા ગામે વડિયા વિસ્તાર પ્રા.શાળાના આચાર્ય નિવૃત થતા વિદાઈ અપાઈ

 

સિહોરના સણોસરા ગામે વડીયા વિસ્તારની પ્રાથમિક શાળાના આચાર્ય હંસાબેન કે.લીંબાણી વય નિવૃત્તિને કારણે નિવૃત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો

આ વિદાઈ કાર્યક્રમમાં ઉપસ્થિત સણોસરા ગામના ઉત્સાહી સરપંચ હીરાભાઈ સાંબડ તથા ગ્રામ પંચાયતના સદસ્યો દ્વારા હંસાબેનને પુષ્પગુચ્છ અને શાલ દ્વારા સન્માનિત કર્યા હતા,તેમજ સણોસરા કેન્દ્રવતી શાળાના આચાર્ય મુકેશભાઈ કળોત્રરા,કન્યા શાળાના આચાર્ય લક્ષ્મણભાઈ ડાભી,સાકરીયા પ્લોટ શાળાના આચાર્ય રમીલાબેન તેમજ તમામ શાળાના શિક્ષક સ્ટાફ હાજર રહી હંસાબેનની 36 વર્ષની નોકરી દરમ્યાન નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી તે બદલ પ્રશંસા કરી લાગણી સભર વિદાઈ આપવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *