Latest

ભાદરવી મેળામાં અંબાજી ચાચર ચોકમાં ૫૯ વર્ષથી લીંબુ શરબતની અવિરત ચાલતી સેવા

અંબાજી, સંજીવ રાજપૂત: ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થઈ ગયો છે ત્યારે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ મેળાની સાથે ધમધમી ઉઠી છે. મેળામાં આવતા પદયાત્રીઓ માટે ભોજન, વિશ્રામ, દર્શન, પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ સાથે ચા પાણી, છાશ અને લીંબુ શરબતના સ્ટોલ પણ માઇભક્તોની સેવા માટે ધમધમી ઉઠ્યા છે.

દૂર સુદુર થી આવતા પગપાળા યાત્રિકો નો થાક ઉતરે અને તેમને રાહત મળે એ માટે કેટલાય સેવાભાવી લોકો લીંબુ શરબત પીવડાવી માઈભક્તોની સેવાનો અનન્ય લહાવો મેળવે છે.
અંબાજી મંદિર ચાચર ચોકમાં છેલ્લા ૫૯ વર્ષથી લીંબુ શરબતની સેવા આપતા પટેલ નગીનભાઈ હાથીભાઈ વાસદ, તા. આણંદ, જિલ્લો – ખેડા નો સેવા કેમ્પ માઈભક્તોની સેવામાં અવિરત સેવા આપી રહ્યા છે. નગીનભાઈ તેમના દાદાના સમયથી મેળામાં લીંબુ શરબતની સેવા આપવા આવે છે , અને એમની ટેક છે કે જીવે ત્યાં સુધી આજીવન ભાદરવી પૂનમ ના મેળા માં આ સેવા આપતો રહીશ.

નગીનભાઈ સાથે આ સેવા કાર્યમાં ૧૫૦ જેટલા સેવકો નિષ્ઠાપૂર્વક માઈ ભક્તોની સેવા માટે જોડાય છે. અંબાજી ચાચર વિસ્તાર માં ૧૨ કાઉન્ટર પર નિઃશુલ્ક લીંબુ શરબતની સેવા આપવામાં આવે છે. નગીનભાઈ પોતાનો સરસામાન લઈને આઠમે અંબાજી આવી જાય છે,અને નોમના દિવસથી પૂનમના બપોર સુધી નિઃશુલ્ક આ સેવા આપે છે. પગપાળા ચાલતા આવતા યાત્રિકો મા અંબેના દર્શન પહેલાં લીંબુ શરબત અચૂક પીવે છે. આ શરબતમાં સેવા અને શ્રદ્ધાના સમન્વયથી માઇભકતો માં નવી શક્તિનો સંચાર થાય છે અને નવા જોમ સાથે શ્રદ્ધાળુઓ મા ના દર્શન માટે જાય છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દિવાળીના તહેવારો દરમિયાન ૩૭,૦૦૦ થી વધુ પ્રવાસીઓએ વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવની મુલાકાત લીધી

એબીએનએસ પાટણ: પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું…

જામનગરની ૧૮૧ અભયમ ટીમની અદભુત સરાહનીય કામગીરી, તેલાંગણાની મહિલાનો પરિવાર સાથે સંપર્ક કરાવ્યો

જામનગર, સંજીવ રાજપૂત: એક જાગૃત નાગરિક દ્વારા રાત્રી દરમિયાન ૧૮૧ અભયમ હેલ્પલાઇન…

1 of 560

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *