Latest

બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ

કચ્છના ગુનેરી ગામના ૩૨ હેકટરથી વધુ વિસ્તારને ગુજરાતની પ્રથમ ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાઈ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના સતત પ્રયાસોથી કચ્છના લખપત તાલુકાના ગુનેરી ગામના ૩૨. ૭૮ હેકટર વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટ બોર્ડ દ્વારા  ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાવામાં આવ્યો છે,જે કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે.

વધુમાં વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્વના પગલારુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી ખાતે  સ્થિત ‘ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી”

સાઈટને ગુજરાતની પ્રથમ“ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “ તરીકે જાહેર કરવામાં આવી છે.

મેન્ગ્રૂવ મુખ્યત્વે દરિયા કીનારે એવી જગ્યાએ જોવા મળે છે જ્યાં ૨૪ કલાકમાં એકવાર પાણી આવીને જતું  રહેતું હોય, જ્યાં સતત દલદલ એટલે કે કીચડ રહેતું હોય ત્યાં જ જોવા મળે છે. પરંતુ અરબી સમુદ્રથી ૪૫ કિ.મી.ના અંતરે અને કોરી ક્રીકથી ૪ કિ.મીના અંતરે ગુનેરી ખાતે આવેલ મેંન્ગ્રૂવમાં પાણી ક્યારેય આવતું નથી કે કીચડ કે દલદલ નહી પણ સપાટ જમીન પર ૩૨.૭૮ હેક્ટર વિસ્તારમાં મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે  છે,જે આપોઆપ એક વિશિષ્ટતા છે.

જેથી આવી એક સપાટ જમીન પર જંગલની જેમ પથરાયેલ મેન્ગ્રૂવની વિશિષ્ટ અને યુનિક જગ્યા વિશે લોકોને જાણવા મળે એ ખૂબ જરુરી છે.જેથી તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે હેતુથી ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની ભલામણને ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાની “ ઇંનલેન્ડ મેંગ્રૂવ ગુનેરી” સાઈટને ગુજરાતની પ્રથમ “ બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઈટ “-બી.એચ.એસ. તરીકે જાહેર કરવામા આવી છે.જેમાં ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડના મેનેજમેંટ પ્લાન થકી તેના ફ્લોરા અને ફૌનાનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવનાર છે.

વધુમાં સ્થાનિકોના હક્ક અને વિશેષ અધિકારોનું સન્માન કરવામા આવશે. ઉપરાંત સ્થાનિકો,વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક વન અને આદીવાસી પ્રજાના ક્ષમતા વર્ધન તાલીમ દ્વારા બાર્યોડાયવર્સિટીનુ સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગના  જાહેરનામામાં જણાવાયું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *