Latest

મેઘરજ તાલુકાના રેલ્લવાડા ખાતે પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અને સાબરડેરીના સંયુક્ત ઉપક્રમે ૨૭/૦૧ /૨૫ થી ૩૧ /૦૧/૨૫ દરમ્યાન અરવલ્લી જિલ્લાના મેઘરજ વેટરનરી વિસ્તારના સંલગ્ન સભાસદો કે જેઓ દૈનિક ૩૦ લીટર કે તેથી વધારે દૂધ તેમની દૂધ મંડળીમાં ભરાવે છે,

તેવા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક ભાઈઓ તેમજ બહેનોની પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ અંતર્ગત પાંચ દિવસીય તાલીમ યોજવામાં આવેલ. સદર તાલીમ શિબિરમાં સાબરડેરી અને ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન શામળભાઈ , નિયામક મંડળના સભ્ય અને મેઘરજ વિસ્તાર ની દૂધમંડળીઓ નું પ્રતિનિધિત્વ કરતા જયંતીભાઈ ભીખાભાઈ પટેલ આજ રોજ ૩૦ /૦૧/૨૫ ના રોજ હાજર રહી દૂધ ઉત્પાદકોને પશુપાલનના વ્યવસાય અંગે માર્ગદર્શન પૂરું પાડેલ

. સદર તાલીમ શિબિરમાં એ .એચ વિભાગના વડા ડોક્ટર પી એસ પટેલ, ડોક્ટર જે કે પટેલ, મેઘરજ વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર કલ્પેશ મોદી મોડાસા વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર એચ.આર.પટેલ , માલપુર વેટરનરી ઇન્ચાર્જ ડોક્ટર કે.કે પ્રજાપતિ એમ.પી. ઓ સુપરવાઈઝર કૈતવ ચોધરી તેમજ વિષય નિષ્ણાત વેટરનરી ડોકટરો મારફતે સભાસદોને વૈજ્ઞાનીક ધોરણે પશુપાલન કરી પોતાના વ્યવસાય થકી પશુ એકમ દીઠ મહત્તમ નફો મેળવે તે અર્થે તેઓને વ્યવસાયને લગત માહિતી પૂરી પાડવામાં આવેલ.

સદર મુળભૂત હેતુને ધ્યાને લઈ સંઘ ધ્વારા પશુ પોષણ, પશુ માવજત, પશુ આરોગ્ય અને પશુ સંવર્ધનના વિષયો પર ઉંડાણ પૂવર્ક સમજ આપવા તેમજ તેને લગત આજના સમયને અનુરૂપ આધુનિક વૈજ્ઞાનિક માહીતી પુરી પાડવા પ્રગતિશીલ દૂધ ઉત્પાદક વિકાસ કાર્યક્રમ (EDP) ની રચના કરવામાં આવેલ છે. તેમજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં રેલાવાડા ગામ ના અગ્રણી બળવંતસિંહ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *