ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં “બિપરજોય વાવાઝોડા” ની સંભવિત પરિસ્થિતિના અનુસંધાને એક બેઠક આયોજિત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા સમીપ વધી રહેલા “બિપરજોય વાવાઝોડા” ની સંભવિત પરિસ્થિતિના અનુસંધાને યોગ્ય વ્યવસ્થાપન અને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માન. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાની અધ્યક્ષતામાં અને મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત કચ્છ જિલ્લાના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને વાવાઝોડાની તકેદારી માટેના પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી હતી.