Latest

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા લોકો વચ્ચે પહોંચ્યા.

જામનગર: બીપરજોય વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર મંડરાયેલો છે ત્યારે જામનગર ખાતે ગુલાબનગર અને મહાપ્રભુજીની બેઠક પાસેનીચાણવાળા વિસ્તાર ખાતે ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પત્ની અને 78 વિધાનસભા ઉત્તર જામનગરના વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા લોકો વચ્ચે પહોંચ્યા હતા

અને તેઓને વાવાઝોડાને લીધે પરિવારજન કે માલસામાનનું નુકશાન ન થાય તે માટે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ હાલ અન્ય નિર્ધારિત કરેલ જગ્યા પર સ્થળાંતર કરવા લોકોને અપીલ કરી હતી. જામનગર ખાતે વાવાઝોડાની તકેદારીને લઈ તંત્રની સાથે અહીંના ધારાસભ્યો પણ સજ્જ જોવા મળી રહ્યા છે અને તેઓ સતત પ્રજા વચ્ચે જઇ તેઓને કોઈ નુકશાન ન થાય તેવી દેખરેખ સ્વજાતે રાખી રહ્યા છે.

ધારાસભ્ય રિવાબા જાડેજા સાથે ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, મેરામણભાઈ ભાટુ, કોર્પોરેટર ધર્મરાજસિંહ જાડેજા સહિત વોર્ડના બીજેપી કાર્યકર્તાઓ પણ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *