Latest

બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ

આણંદ, ગુરૂવાર :: નાગરિકોને બેંકની વિવિધ યોજનાની જાણકારી મળી રહે તેમજ બેન્કીંગ સિસ્ટમથી અવગત થાય તેવા હેતુથી આણંદ જિલ્લા લીડ બેંક – બેંક ઓફ બરોડા દ્વારા સામરખા ખાતે બેન્કીંગ માર્ગદર્શક શિબિર યોજાઈ હતી.

આ શિબિરમાં આણંદ જિલ્લાના લીડ બેંક મેનેજરશ્રી અભિષેક પરમારે બેંક ઓફ બરોડાની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપી હતી.

આ પ્રસંગે બેંક ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે ચાલતા આત્મનિર્ભર તાલીમ કેન્દ્ર, વલાસણના નિયામકશ્રી મકવાણા તથા NPCI ના ટ્રેનર ઋત્વિક ભાવસારએ DBT, NEFT, RTGS, ECS, IMPS, PFMS,  UPI અને કાર્ડ મારફતે નાણાકીય લેવડ દેવડ દરમિયાન રાખવાની કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બેંકના અધિકારીઓએ ગ્રામજનોને ઘર  ઘર   કે.સી.સી. અભિયાનનો ખેડૂતો/પશુપાલકોને વધુમાં વધુ લાભ  લેવા અનુરોધ કર્યો  હતો.

આ શિબિરમાં બેંક  ઓફ બરોડા ગામડીના બ્રાન્ચ મેનેજર  પંકજભાઈ  પરમાર, સામરખા SBI  બેંકના બ્રાન્ચ મેનેજર અનિતા કુમારી, બેંક ઓફ ઇન્ડિયા  સામરખા  મેનેજરના પ્રતિનિધિ, અગ્રણી બી. યુ. પરમાર, ગામના યુવાનો, દૂધ  મંડળીના સભાસદો/પશુપાલકો  તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો  ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ ભૂમિકા પડ્યાં આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *