– પડતર માંગણીઓને લઇ વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રજુઆત કરવામાં આવી હોવા છતા કોઇ કાર્યવાહી થઇ નથી..
ગુજરાત રાજ્ય વન વિભાગમાં ફરજ બજાવતા વન રક્ષક અને વનપાલ ની નોકરીના પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળ દ્વારા છેલ્લા બે વર્ષમાં અવારનવાર રજુઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય મુદ્દા વન રક્ષક ને ૨૮૦૦ અને વનપાલ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે તેમજ રજા ના દિવસે બજાવેલ ફરજ ના ભાગરુપે રજાપગાર આપવો તેમજ અન્ય રજુઆત કરવામાં આવી હતી.
બોટાદ અને ભાવનગર જીલ્લા મા અવારનવાર વનીકરણ ક્ષેત્રમા અને વન્ય જીવો બાબતે ના બનાવો બનતા હોય છે જેમાં વનીકરણ મા વધારો કરવા માટે અને વન્ય જીવો ને બચાવવા માટે બોટાદ – ભાવનગર ના વન કર્મી ઓ ખડેપગે ફરજ બજાવતા હોય છે તેમ છતા પણ વન ખાતા ના વર્ગ ના ૦૪ ના કર્મચારીને ૧૯૦૦ ગ્રેડ પે ચુકવવામાં આવે છે જ્યારે વર્ગ ૦૩ ના કર્મચારી ને ૧૮૦૦ ગ્રેડ પે ચુકવવામાં આવે છે .
તો આવા અન્યાય ને લઇ ને સરકાર વિરુધ્ધ ગુજરાત તેમજ બોટાદ-ભાવનગર જીલ્લા ના તમામ વનપાલ અને વનરક્ષકો અચોકકસ મુદત ની રજા ઉપર ઉતરી જતા ઓફિસો પણ ખાલી ખમ ભાસી રહી છે..
અહેવાલ ધમૅન્દ્રસિંહ સોલંકી વલભીપુર