Latest

અરવલ્લીઃજાયન્ટસ માલપુર દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જીલ્લાના માલપુર ખાતે જાયન્ટ્સ માલપુર દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે માલપુર બસ સ્ટેશન ખાતે રાહદારીઓ અને મુસાફરોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

માલપુર બસ સ્ટેશન ખાતે જાયન્ટ્સ માલપુર દ્વારા આયોજીત કરાયેલા આ ઠંડી છાશ વિતરણ કાર્યક્રમમાં માલપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી, જાયન્ટ્સ માલપુરના પ્રમુખ મહેશભાઈ પટેલ, પુર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર, જાયન્ટ્સ મંત્રી અમરીશભાઈ પંડ્યા, પુર્વ પ્રમુખ અતુલભાઇ સુથાર, ખજાનચી મનોજભાઈ સુથાર, માજી મંત્રી સંજયભાઈ ત્રિવેદી, અરવિંદભાઈ મહેતા, અમ્રુતભાઈ પટેલ, સહિયર પ્રમુખ હેમાબેન શર્મા, સુધાબેન પટેલ વિગેરે જાયન્ટ્સ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને બસમાં મુસાફરી કરતા મુસાફરોને ઠંડી છાશના 1000 જેટલા ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

લોક માંગણી એવી ઉભી થઇ છે કે જાયન્ટ્સ દ્વારા આજે છાશ વિતરણ કરવામાં આવી તેવીજ રીતે ઉનાળા ની ગરમી પડે ત્યાં સુધી રોજે રોજ વિતરણ કરી સાચી સેવા યજ્ઞ ચલાવે તેવું ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઇચ્છી રહ્યા છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

સરકારી આયુર્વેદ હોસ્પિટલ પોપટપુરા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો

ગોધરા, વિનોદ રાવલ,એબીએનએસ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય અને…

1 of 607

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *