Latest

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪

આણંદ જિલ્લામાં તા. ૧ લી જાન્યુઆરીથી તા. ૨૯ ફેબ્રુઆરી દરમિયાન ઇ.વી.એમ. અને વી.વી.પેટ. નિદર્શન યોજાશે

આણંદ જિલ્લાના મતદારો આ કાર્યક્રમના માધ્યમથી મતદાન અંગેની સમજ અને જાગૃતિ મેળવે તે જરૂરી- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, શનિવાર :: ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાને લઈ મતદારો જેમાં ખાસ કરીને યુવાઓ, મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ઇ.વી.એમ. અને વી.વી.પેટના ઉપયોગથી માહિતગાર થાય અને મતદારોમાં મતદાન કરવા અંગેની જાગૃતિ આવે તે હેતુથી આગામી તા. ૧ લી જાન્યુઆરી-૨૦૨૪ ના રોજ થી તા.૨૯ મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમિયાન ઇ.વી.એમ. અને વી.વી.પેટના નિદર્શન અને જાગૃતિ કાર્યક્રમો સમગ્ર આણંદ જિલ્લામાં વિવિધ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે.

આ કાર્યક્રમો ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્રો ખાતે, મોબાઈલ નિદર્શન વાન અને ડિઝિટલ આઉટરીચના માધ્યમો દ્વારા કરવામાં આવશે. જે અંતર્ગત ૧૬ – આણંદ લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિસ્તારના તમામ મતદાન મથકો/ક્લસ્ટર અને જિલ્લાના અન્ય જાહેર સ્થળો, દૂધ મંડળીઓ, મેળા, બગીચા, કોલેજ, મોલ અને મોટા ધાર્મિક સ્થળોએ આ નિદર્શન યોજવામાં આવશે.

આ નિર્દશન કાર્યક્રમમાં આણંદ જિલ્લાના તમામ મતદારો મતદાન કરવા અંગેની સમજ અને જાગૃતિ મેળવી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં મતદાર તરીકે ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના મતાધિકારની ફરજ નિભાવે તે માટે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ આણંદ જિલ્લાના મતદારોને ખાસ અનુરોધ કર્યો છે.

રિપોર્ટ ભૂમિકા પંડ્યા આણંદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *