રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત
સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧ માં નોંધાયેલી મિસિંગ ફરિયાદ મુજબ જયપાલસિહ ઇન્દ્રસિહ તંવર (ઉ.વ. ૩૨, રહે. પ્લોટ નં.૧૬૩, રવિનગર, કૈલાશ ચોકડી પાસે, પાંડેસરા, સુરત; મુળ વતન: ગામ ડોમાળા, પોસ્ટ-ટેમીકલા ઇસ્ટ, તા-જિ.ખંડવા, મધ્યપ્રદેશ) પાંડેસરાથી ગત તા.૩૦/૦૯/૨૦૨૧ ના રોજ પત્નીને “કામ પર જાંઉ છું” તેમ કહીને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હતા.
ત્રણેક દિવસ સુધીમાં ઘરે પરત ન આવતા પોલીસ ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં આજ દિન સુધી ગુમ થનાર મળી ન આવતા ફરિયાદીએ હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હોઈ, ગુમ થનાર જયપાલસિંહની પોલીસને સચોટ માહિતી આપનાર તથા શોધી કાઢનાર વ્યક્તિને સુરત પોલીસ કમિશનરશ્રી દ્વારા ‘વર્ષ ૨૦૨૪-૨૫ ના વર્ષ માટેના ગુપ્ત સેવા અનુદાન ફંડ’માંથી રૂ.૨૦,૦૦૦/- (વીસ હજાર) રોકડ ઈનામ અપાશે.
ગુમ થનાર શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉં વર્ણ, ઉંચાઇ ૫.૫ ફુટ છે. તેણે શરીરે સફેદ શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. આ વ્યક્તિ વિષે જાણ કરવા માટે નજીકના પોલીસ સ્ટેશન કે પાંડેસરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા મિસીંગ સેલ, ક્રાઈમ બ્રાંચ, સુરતની યાદીમાં જણાવાયું છે.