તા. પ/૮/૨૦૨૨નાં રોજ ભક્તરાજ દાદા ખાચર કોલેજનાં NSS વિભાગ દ્વારા ‘આઝાદીનાં અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
આ પ્રસંગે પોલીસ વિભાગનાં જવાનો અને પી.આઈ. શ્રી એ.જી.વસાવા, ગઢડાનાં અગ્રણીઓ સુરેશભાઈ ગોધાણી, રણજિતભાઈ ગોવાળિયા, અરુણાબેન રાઠોડ, આચાર્યશ્રી એચ.વી. સેંજળિયા, IQAC કો-ઓર્ડીનેટર, NSS કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યા, પ્રા. કોમલ શહેદાદપુરી, સમાજશાસ્ત્ર વિભાગનાં અધ્યાપક ડૉ. એમ. એસ. જાડેજા, અંગ્રેજી વિભાગનાં અધ્યક્ષ ડૉ. બી. એલ. ચાવડા, ઈતિહાસ વિભાગનાં અધ્યાપક ડૉ. આર. એ. ચૌહાણ, P.T.I. ડૉ. સી. એ. ગોહેલ તથા અન્ય અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન NSS કાર્યક્રમ અધિકારી ડૉ. વિરેનકુમાર પંડ્યાએ કર્યું હતું. NSS સ્વયંસેવકો અને અન્ય વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતાં.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર