અંબાજી ભાદરવી પૂનમનો મિનીકુંભ ભરાયો છે. લાખોની સંખ્યામાં માઇભક્તો અંબાજી તરફ પગપાળા ચાલી રહ્યાં છે ત્યારે આદિજાતિ બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાના લીમખેડાનો સંઘ છેલ્લા 31 વર્ષ થી 300 કિ.મી.ની પદયાત્રા કરીને અંબાજી આવે છે.
વૈશ્વિક મહામારી કોરોનાના લીધે બે વર્ષના વિરામ બાદ મેળો શરૂ થયાની ખુશીમાં આ વર્ષે આ સંઘ દ્વારા પહેલીવાર 511 ગજ ની ધજા માં ને અર્પણ કરી માતાજીને તમામ લોકોની સુખ, શાંતિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરી છે. દાહોદના લીમખેડાથી 100 જેટલા માઇભક્તો સંઘમાં ધજા સાથે આવીને માતાજીના મંદિર શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી.અંબાજી પ્રહલાદ પૂજારી