બોટાદ: ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણી વીર ગાથા ૨.૦ પ્રોજેક્ટમાં પ્રથક ક્રમાંક મેળવી નેશનલ કક્ષાએ બની વિજેતા
દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ministry of defence દ્વારા દૃષ્ટીનું કરાશે સન્માન
બોટાદ જિલ્લાની આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંક્શનની ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટી વિજયભાઈ કારિયાણીએ વીર ગાથા ૨.૦ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ કક્ષાએ વિજેતા બનીને બોટાદ જિલ્લાની યશકલગીમાં સુવર્ણપીંછ ઉમેર્યું છે. ધો.૧૦ માં રાષ્ટ્ર કક્ષાએ એક ગુજરાતની અને એક યુ.પી.ની માત્ર ૦૨ વિદ્યાર્થિની જ વિજેતા બની હોવાથી દિલ્હી ખાતે યોજાનારા તા.૨૬ મી જાન્યુઆરીની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા માટે દૃષ્ટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ધો-૧૦ ની વિદ્યાર્થિની દૃષ્ટીએ કારગિલના હીરો કેપ્ટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં ૭૫૦ શબ્દોમાં નિબંધ લખ્યો હતો જેના ભાગરૂપે દૃષ્ટીને દિલ્હી ખાતે ministry of defence દ્વારા તેમને સન્માન અને રૂ. 10,000/- ઈનામ પ્રાપ્ત થશે. આ સફળતા માટે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી વિક્રમસિંહ પરમારે સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યાં હતાં.
રિપોર્ટ જયરાજ ડવ બોટાદ