એબીએનએસ, વી.આર. ગોધરા: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષ કુમારના વરદ હસ્તે ગોધરા દાહોદ હાઇવે નજીક લિલેસરા-સારંગપુર રોડ પર આવેલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના નવ નિર્મિત કાર્યાલયનું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દ્વારા રિબન કાપીને કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યા બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લાના ભૂતપૂર્વ સૈનિકોને સંબોધતા જિલ્લા કલેક્ટરએ કચેરીના નવ નિર્મિત કાર્યાલય માટે શુભેચ્છા પાઠવી હતી
અને પૂર્વ સૈનિકો અને તેમના પરિવારના કલ્યાણ માટે જિલ્લા વહીવટી તંત્ર શકય તમામ રીતે સહાયરૂપ રહેશે તેમ જણાવ્યું હતું.જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી સુરજીત સિંહ રાઘવે જણાવ્યું હતું કે આ કચેરી ગુજરાત રાજ્યના ત્રણ જિલ્લાઓ જેમ કે પંચમહાલ, મહિસાગર અને દાહોદના તમામ ભૂતપૂર્વ સૈનિકોના કલ્યાણના મુદ્દાઓનું શ્રેષ્ઠ કાર્યક્ષમતા સાથે ધ્યાન રાખે છે.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા સૈનિક કલ્યાણ પુનાર્વસાટના સુરજીત સિંહ રાઘવ, બ્લુ બેલ સ્કૂલ અને એમબીએસ સ્કૂલના આચાર્ય, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના એકસ-સર્વિસમેન ઉપસ્થિત રહ્યા હતા.પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ લીલેસરા બાયપાસ પાસે લીલેસરા – સારંગપુર રોડ પરના ગૌરવ સેનાની કુમાર ભવન ખાતે જીલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીનું નવું સરનામું છે. કચેરી સાથે સંવાદ કરવા ફોન નં. (૦૨૬૭૨)૨૪૦૫૮૦ ઉપર સંપર્ક કરવા મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, ગોધરા (પંચમહાલ) દ્વારા જણાવાયું છે