શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી ખાતે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે હાલમાં દિવાળીનો પર્વત ચાલી રહ્યો છે ત્યારે સોમવારે સાંજે sbi બેન્ક ની સામે જાહેર માર્ગ ઉપર એક બાઈક સળગતુ જોવા મળ્યું હતુ.
આધારભૂત સૂત્રોથી મળતી માહિતી પ્રમાણે કોઈ જાનહાનિનો બનવા પામેલ નથી પણ કઈ રીતે ટુ વ્હીલર માં આગ લાગી તે હજુ સુધી જાણી શકાયુ નથી. આગની જવાળાઓ એટલી મોટી હતી કે બાઈક સંપૂર્ણપણે બળી ગયું હતુ.
આજે સાંજે અંબાજી 51 શક્તિપીઠ સર્કલ પાસે બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી.આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યુ છે.દૂર દુર સૂધી ધુમાડા જોવા મળ્યા.
ભાદરવી પૂનમીયા સેવા સંઘ ની ઓફિસ બહાર બાઈક સળગતું જોવા મળ્યું.લોકોના ટોળેટોળા એકઠા થયા.રોડની વચ્ચોવચ આગ નો બનાવ બન્યો. આસપાસના લોકો દ્વારા આગ ઓલવવા માટે પ્રયાસ કરાયો. પોલીસે વધુ તપાસ હાથ ધરીઅંબાજી પ્રહલાદ પૂજારી
અંબાજી પ્રહલાદ પૂજારી