Latest

પ્રકૃતિની ગોદમાં વસેલા નૈસર્ગિક ધામ ગૌધામ, કોટિયા-કુંઢડા આશ્રમ ના મહંત પૂજ્ય લહેરગીરીબાપુ થાણાપતિ જુના અખાડા જુનાગઢ ના આશીર્વાદ સાથે તેમજ ગુરુદત્તાત્રે આશ્રમ

દેવળીયાની ધાર દ્વારા આજુબાજુના ગામોમાં પ્રસુતા માતા માટે દેશી ઓલાદની ગીરગાય ના શુદ્ધ ઘીમાંથી વિવિધ ઔષડિયા નાખીને બનાવેલ પાકના લાડુ ખાસ પદ્ધતિથી બનાવી, શુદ્ધતા સાથે આવી બહેનો માતાઓને વિનામૂલ્યે પહોંચાડવામાં આવશે….
સૌ સેવક સમુદાય ના પરિશ્રમ સાથે આજુબાજુના ગામોની આવી જરૂરિયાત મંદ પ્રસુતા માતાઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે….

આ વ્યવસ્થા દ્વારા કોઈ જરૂરિયાત મંદ અને કુપોષણનો ભોગ બનેલ માતા ને લાભ મળે તેવો શુભ આશય રહેલો છે…

આ પ્રસાદ વ્યવસ્થા નો પ્રારંભ તા.2/08/2023 ના રોજથી કરવામાં આવ્યો છે….

અત્રે એ નોંધનીય છે કે જુનાગઢ જુના અખાડાના થાણાપતિશ્રી મહંત પૂજ્ય લહેર ગીરીબાપુ ના માર્ગદર્શન નીચે ગૌ ધામ કોટીયા ખાતે 200 ઉપરાંત દેશી ઓલાદની ગીર ગાયો નો ખૂબ કાળજીપૂર્વક ઉછેર થઈ રહ્યો છે….

અહીં  બનતા ગાયના ઘી દૂધ વગેરે ક્યારેય વેચવામાં આવતા નથી… જેનો ઉપયોગ આવા સત્કાર્યમાં થઈ રહ્યો છે…🐂

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *