Latest

અંબાજી ખાતે સૌ પ્રથમ વાર માહિતી ખાતા અને પત્રકારો દ્વારા માં અંબાને ધજા ચઢાવવામાં આવી

અંબાજી, સંજીવ રાજપૂત: જિલ્લા માહિતી કચેરી પાલનપુર દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી. જેમાં અમદાવાદથી આવેલ પત્રકારો પણ જોડાયા હતા. ભાદરવી પૂનમના મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી જોવા મળી

અંબાજી ખાતે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાની કૃપાથી મેળો સુખરૂપ સંપન્ન થતાં વિવિધ વિભાગોએ મા અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. મેળા દરમિયાન પ્રસાર પ્રચાર વ્યવસ્થાની કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા તમામ પત્રકારોને સાથે રાખી પ્રથમવાર મા અંબાને ધજા ચડાવવામાં આવી હતી.

જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા જિલ્લા માહિતી કચેરીના સ્ટાફ અને અંબાજી કવરેજ માટે આવતા ગુજરાતના, જિલ્લાના પત્રકારો અને અંબાજીના પત્રકારો સાથે સંકલન કરી મેળાના પ્રસાર પ્રચારની સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી હતી. મા અંબાના અવસર ને વિવિધ માધ્યમો થકી ખૂણે ખૂણે પહોચાડતા મીડિયા કર્મીઓ પણ ધજા ચડાવવાના પ્રસંગમાં સહભાગી બની ધન્ય બન્યા હતા.

મેળાના પ્રારંભના દસ દિવસ અગાઉથી જિલ્લા સ્તરે અને પ્રાદેશિક કક્ષાએ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકલન અને મીડિયા મેનેજમેન્ટની ખુબ સુંદર કામગીરી માહિતી કચેરી પાલનપુર દ્વારા કરવામાં આવી હતી. માહિતી કચેરી દ્વારા પણ રોજે રોજ મેળાના સાતે દિવસ પત્રકારોને જરૂરી વ્યવસ્થાઓ અને મેળા ની પળે પળ ની વિગતોથી અવગત કરવામાં આવ્યા હતા.

જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારની અધ્યક્ષતામાં કચેરીના તમામ સ્ટાફ તથા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો સાથે ખોડીવલી સર્કલથી અંબાજી મંદિર સુધી પદયાત્રા યોજી મા અંબાને ધજા ચઢાવી માતાના આશીર્વાદ લીધા હતા.

આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના નાયબ માહિતી નિયામક હિમાંશુભાઈ ઉપાધ્યાય, સાબરકાંઠા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દેવેન્દ્રભાઈ કડિયા, એબીપી અસ્મિતા ચેનલના એડિટર રોનક પટેલ સહિત બનાસકાંઠા જિલ્લા અને અમદાવાદના વર્તમાન પત્રો અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, ધારી અને લાઠી, બગસરા, બાબરા બસ સ્ટેશન ખાતે ગ્રામહાટનો પ્રારંભ

ગ્રામીણ સ્વસહાય જૂથોની બહેનો દ્વારા ઉત્પાદિત હસ્તકલા અને ચીજવસ્તુઓના વેચાણ માટે…

ભારતની સમુદ્રી શક્તિ વધી રહી છે, નૌકાદળ દેશની સુરક્ષાનું મજબૂત કવચ: રક્ષામંત્રી રાજનાથ સિંહ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: રક્ષામંત્રી રાજનાથ સિંહે વિશાખાપટ્ટનમમાં પૂર્વી…

1 of 145

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *