Latest

ગઢડા શહેર‌ માં ભવ્ય તિરંગા યાત્રા નીકળી 75 ફૂટના તિરંગા સાથે ગઢડા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી યાત્રા


રિપોર્ટર જયરાજ ડવ ગઢડા

ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૭૫ ફુટ લાંબો તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. ગઢડાના ધારાસભ્ય, સંતો મહંતો ની હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. તિરંગા યાત્રા ને ઠેર ઠેર પુષ્પો થી સ્વાગત કરવામાં આવ્યું હતું

૭૫ મા આઝાદી પર્વ ની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે હરઘર તિરંગા અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ૭૫ ફુટ લાંબો તિરંગા સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી. આ તિરંગા યાત્રા મોહનભાઈ શેઠની પ્રતિમા પાસે થી સંતો મહંતો એ પ્રસ્થાન કરાવ્યું હતું જયારે ગઢડાના ધારાસભ્ય આત્મારામ પરમાર, ગોપીનાથજી મંદિરના સંતો, ભાજપના આગેવાનો તેમજ વેપારીઓ અને યુવાનો જોડાયા હતા.

શહેરના મુખ્ય માર્ગો પર તિરંગા યાત્રા નું વેપારીઓએ તેમજ નગરજનોએ પુષ્પો થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જયારે ડિઝે ના તાલે યુવાનો ભારત માતા કી જય ઘોસ સાથે ઝુમી ઉઠયા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 631

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *