Latest

ગોધરાના કાંકણપુર-છકકડીયા રોડ પર આરટીઓની કાર્યવાહી 13 ટ્રકોને મેમો, 1 ટ્રક ડિટેઇન, કુલ ₹1.24 લાખનો દંડ

એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::ગોધરા તાલુકાના કાંકણપુર થી છકકડિયા રોડ પર છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ બચાવવા માટે કાંકણપુરથી છકકડીયા રોડનો બેફામ ઉપયોગ કરી રહેલા મોટા ટ્રકો અને ડમ્પરોને કારણે સ્થાનિક લોકોમાં અકસ્માતનો ભય વ્યાપ્યો હતો.

આ માર્ગ પર ગાડીઓની અવરજવરમાં ભારે ઘસારો અને અગાઉ સર્જાયેલા અકસ્માતોને પગલે સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નિયંત્રણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતોને પગલે આર.ટી.ઓ. વિભાગના અધિકારી બી.એ. ચાવડાના નેતૃત્વમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છકકડીયાથી કાંકણપુર રોડ પરથી પસાર થતાં ટ્રકોને રોકીને ઓવરલોડ, આર.સી. બુક, વીમો, લાયસન્સ, ટેક્સ, પી.યુ.સી. જેવા માર્ગ સલામતીને લગતા જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 13 ટ્રકોની તપાસ કરવામાં આવી હતી,

જેમાંથી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમને કુલ ₹1,07,500નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, એક ટ્રકનો ટેક્સ બાકી હોવાથી તેને ડિટેઇન કરવામાં આવી હતી, જેની અંદાજિત રકમ ₹17,000 આંકવામાં આવી છે. આમ, વાહનચાલકોને કુલ ₹1,24,500નો દંડ ફટકારવામાં આવ્યો છે. આર.ટી.ઓ. વિભાગની આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી હતી અને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પણ સમયાંતરે આવી જ રીતે તપાસ ઝુંબેશ ચલાવવામાં આવે,

જેથી બેફામ વાહનચાલકો પર અંકુશ લાવી શકાય અને કોઇ નિર્દોષ વ્યક્તિનો જીવ ગુમાવવાનો વારો ન આવે. આ પ્રકારની કાર્યવાહીથી માર્ગ સલામતી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે તેવો આશાવાદ સ્થાનિકોએ વ્યક્ત કર્યો હતો.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

અમદાવાદ: સંજીવ રાજપૂત, એબીએનએસ: સાઉથ બોપલની પ્રતિષ્ઠિત સોસાયટી ફ્લોરા આઇરિસ ખાતે…

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયેલ

શ્રી નાગધ્રા પ્રાથમિક શાળા તાલુકો ધારીના શિક્ષક શ્રી ભુપતભાઈ એન. મહેતા તારીખ…

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

1 of 143

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *