ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી.એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીતના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે પંચમહાલ જિલ્લાના ખાનગી ડોક્ટર્સ કે જેઓ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.એક્ટ-૧૯૯૪ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવે છે
તેઓનો ઓરીએન્ટેશન વર્કશોપ યોજાયો હતો.આ પ્રસંગે પંચમહાલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા હાલમાં પંચમહાલ જિલ્લાના જન્મ સમયના જાતિ પ્રમાણદર વિશે ચર્ચા કરવામાં આવી હતી
અને પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટની અમલવારી તથા કાયદાની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવા તમામ ડોક્ટર્સને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ડીસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટી ફોર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ચેરમેન દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” ને પ્રોત્સાહન મળે તે માટે જવાબદારી પૂર્વક કામગીરી કરવા અને જિલ્લામાં જાતિ પ્રમાણદરમાં વધારો કરવા અનુરોધ કર્યો હતો.
પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ આશિષ શાહ દ્વારા બેટી વધાવો ઓનલાઈન વેબપોર્ટલ ઉપર ઓનલાઈન અરજી માટે ફોર્મ એ, સગર્ભાના ભરતા ફોર્મ એફની ઓનલાઈન ડેટા એન્ટ્રી તથા તેના રીપોર્ટ કેવી રીતે જોવા જેવી બાબતો અંગે ટેકનીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંતમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિપુલ ગામીત દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.આ પ્રસંગે ડીસ્ટ્રીકટ એડવાઇઝરી કમિટી ફોર પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. ચેરમેન જયોતિકાબેન બામણીયા, ગોધરા સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.કમલેશ પ્રસાદ, સબ ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને તાલુકા આરોગ્ય અધિકારીઓ, જિલ્લાના ૫૦ થી વધુ ગાયનેકોલોજીસ્ટ, રેડિયોલોજીસ્ટ તથા જિલ્લા પંચાયત – આરોગ્ય શાખા, ગોધરાના સ્ટાફગણ હાજર રહ્યા હતા.