એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના હારીજ ખાતે ધુણીયા વિસ્તારમાં ઉભરાતી ભૂગર્ભ ગટરની ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રહીશો પરેશાન બન્યા છે અને વિસ્તારમાં બારેમાસ ગંદકી નું સામ્રાજ્ય ફેલાતું હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.
નગર પાલિકા દ્વારા વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી તો બીજી તરફ વિસ્તારમાં ગંદકી નું ભરપૂર સામ્રાજ્ય હોય રોગચાળો વકર્યો છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા વચ્ચે સ્થાનિકો રોગચાળાના ભરડામાં સપડાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે.
હારીજ ના ધુણીયા વિસ્તારમા ઢાંકણા વગરની ખુલ્લી ગટરોમાંથી ઉભરાતા ગંદા પાણીની ગંદકીને લઈ રહીશો અવારનવાર બીમાર થતા હોવાની રાવ ઉઠવા પામી છે. સ્થાનિકો દ્વારા અવરનવાર નગર પાલિકા તંત્ર જિલ્લા વહીવટી તંત્ર સુધી અનેકવાર સ્થાનિકો ની રજૂઆતો છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું સ્થનિકો જણાવી રહ્યા છે.
ત્યારે તંત્ર દ્વારા કામગીરી નહીં કરવામાં આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને નગર પાલિકા ની ઘોર બેદરકારી ને કારણે ધુણીયા વિસ્તારના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હારીજના ધુણીયા વિસ્તારમા ભૂગર્ભ ગટર સહીત અનેક પાયાના પ્રશ્નોથી સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ ભોગવતાં હોય વિસ્તારમાં સાફ સફાઈ નો અભાવ હોય અને ગટર ના ગંદા પાણી જાહેર રોડ રસ્તા ઉપર ફરી વળતા લોકો ભારે પરેશાન બન્યા છે.
ધુણીયા વિસ્તારમાં અભ્યાસ અર્થે જતા નાના ભુલકાઓ પણ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલવા મજબુર બન્યા છે. ત્યારે બાળકોના વાલીઓ પણ પરેશાન જોવા મળી રહ્યા છે અને પાલિકા ની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી પાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધુણીયા વિસ્તારની ગંદકી નગર પાલિકા માં ઠાલવવા રહીશોએ તૈયારી બતાવી:-
હારીજના ધુણીયા વિસ્તાર ખાતે રહેતા ઠાકોર વિનોદભાઈએ જણાવ્યું હતું કે,અમે છેલ્લા ઘણા વર્ષોથી ગટર ના ગંદા પાણી વચ્ચે રહેવા મજબુર બન્યા છીએ અને રોગચાળા એ માઝા મૂકી છે જૅ બાબતે અનેકવાર નગર પાલિકા મા રજુઆત કરી છે જેમાં લેખિત અને મૌખિત રજૂઆત કરવા છતાં કોઈ જાતની કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને સાફ સફાઈ થી લઈને વિસ્તારમાં ગટર નું ગંદુ પાણી જાહેર રોડ રસ્તા પર દરરોજ જોવા મળે છે.
જૅને લઈને અમે હેરાન પરેશાન થઈ ગયા છીએ અને અનેક રજૂઆત કરી હોવા છતાં સમસ્યા યથાવત છે.ત્યારે અમે ધુણીયા વિસ્તારના સ્થાનિકો ચૂંટણી સમયે વોટ લેવા આવતા નેતાઓ ને આ બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નો સાંભળવા કોઈ આવતું નથી.
ત્યારે આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી પાલિકા ખાતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી ધુણીયા વિસ્તારની ગંદકી નગર પાલિકા માં ઠાલવવા રહીશોએ તૈયારી બતાવી છે.
ચૂંટણી સમયે નેતાઓ વચનો આપે છે પછી દેખાતા નથી, અમારા વિસ્તારના પ્રશ્નો નું સોલ્યુશન થતું નથી, અનેકવાર રજૂઆત કરી પાલિકામા કોઈ ધ્યાન દેતું નથી: સ્થાનિકો
સ્થાનિક ધારાસભ્ય સહિત કોઈ જવાબદાર અધિકારીઓ ક્યારેય વિસ્તારમા ફરકયા ન હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ થઈ રહ્યા છે.તો વિસ્તારના પ્રશ્નને લઈને અનેકવાર તંત્રને રજૂઆત કરાઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.
ત્યારે જોવું રહ્યું કેસુ ધુણીયા વિસ્તારમા તંત્ર દ્વારા ગંદકી દૂર કરી સાફ સફાઈ કરી ખુલ્લી ગટરના ઢાંકણા મુકવામાં આવશે કે કેમ.! અને કાયમી ધોરણે ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવશે કે કેમ જૅ જોવું રહ્યું.!!!