Breaking NewsLatest

હારીજ-રાધનપુર હાઈવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો, બે યુવાનો ઈજાગ્રસ્ત

રાધનપુર. અનિલ રામાનુજ, એબીએનએસ : પાટણ જીલ્લાના હારીજ-રાધનપુર હાઈવે પર CNG પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાધનપુર તરફથી આવી રહેલી એક કારે આગળ જતી બીજી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કરના કારણે આગળની કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરેલા કન્ટેનર સાથે અથડાઈ હતી.

આ ત્રિપલ અકસ્માતમાં કારમાં સવાર બે યુવાનોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે સર્જાયેલા આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *