Latest

ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લઇ વડાપ્રધાનશ્રીના કાર્યક્રમની તૈયારીની સમીક્ષા કરી

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

૧૭મી ડિસેમ્બરે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ ખાતે નવનિર્મિત ટર્મિનલ બિલ્ડીંગ અને ખજોદ સ્થિત સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને સુરત ડાયમંડ બુર્સ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઇ કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ડાયમંડ બુર્સના ઉદ્દઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, ત્યારે તેમણે કાર્યક્રમના આયોજન સંબંધિત જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. મંત્રીશ્રીને ડાયમંડ બુર્સના ડિરેક્ટરશ્રી મથુરભાઈ સવાણીએ જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓથી વાકેફ કર્યા હતા.

કાર્યક્રમ સ્થળે મંત્રીશ્રી સાથે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, ડિરેક્ટરશ્રી લાલજીભાઈ પટેલ સહિત આયોજકો, અગ્રણીઓ અને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ જોડાયા હતા.

નોંધનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીશ્રીઓ, ડાયમંડ બુર્સના ચેરમેનશ્રી વલ્લભભાઈ લખાણી, ડિરેક્ટર સર્વશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકિયા, લાલજીભાઈ પટેલ, સુરત ડાયમંડ ઈન્સ્ટીટયુટના ચેરમેનશ્રી દિનેશભાઈ નાવડિયા, બુર્સ કમિટીના સભ્યશ્રીઓ સહિત હીરા ઉદ્યોગ અગ્રણીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

CRC અને BRC ની પરિક્ષા ઉચ્ચ ગુણાંક સાથે ઉતીર્ણ કરી ગુજરાત તુરી બારોટ સમાજનું ગૌરવ વધારતા અંજનાબેન પરમાર

પાટણ, સંજીવ રાજપૂત: પાટણ ખાતે વર્ષો સુધી તલાટી તરીકે ફરજ બજાવી ચૂકેલા દિવંગત…

પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે પાંચ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪’

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ,  વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા…

1 of 534

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *