ઇન્ડિયા ફોઉન્ડેશન ફોર હ્યુમનેસ્ટિક ડેવલોપમેન્ટ (આઇએફએચડી) અને સુપ્રજા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લા ના ૬ એફપીઓ માં “ટકાઉ ખેતી” નો કાર્યક્રમ શરૂ કરાયો છે.
જેમાં ખેડૂતો નો ખેતી ખર્ચ ઘટે અને આવક વધે એવા અવનવા પ્રયોગો અને નવી ટેકનોલોજી ની સાથે મૂલ્યવર્ધન અને બાયો પ્રોડક્ટ ખેડૂતો ને ગામ લેવલે જ મળતા થાય એવા વિવિધ કાર્યક્રમ સાથે આગળ વધી રહ્યા છે.
જેમાં આવતા ત્રણ વર્ષ ની અંદર કુલ ૪૨૦૦ ખેડુતોને ટકાઉ ખેતી માટે ની તાલીમો આપવામાં આવશે. આ તાલીમ આપવા માટે આઇએફએચડી સંસ્થા દ્વારા ૧૦ જેટલી ખેડૂત શાળા (ફાર્મર ફિલ્ડ સ્કૂલ) શરૂ કરી છે. જ્યાં ખેડૂતો ખાતર વ્યવસ્થાપન થી લઈ જમીન તૈયારી બીજ માવજત, વાવણી થી લઈ ને લણણી સુધી હર એક પગથિયે માહિતી અને તાલીમ આપવામાં આવશે.
ઉપરાંત આ ખેડૂત શાળા ની અંદર ઓર્ગનીક ખાતર, બીજામૃત, જીવામૃત વગેરે તેમજ પ્રાકૃતિક ખેતી માં જરૂરી એવા તમામ વસ્તુઓ બનાવી ને ખેડૂત ને લાઈવ ડેમો બતાવી અને ઉપયોગ કરી પરિણામ બતાવી ને પ્રાકૃતિક ખેતી તરફ અથવા ઓછા બજેટ ની ખેતી તરફ વાળવા પ્રયત્ન થઈ રહ્યા છે.
આ અંતર્ગત તાજેતરમાં આ કાર્યક્રમ ના ફંડ આપનાર સંસ્થા ‘સુપ્રજા ફાઉન્ડેશન’ ના ટ્રસ્ટી શ્રી. વેંકટેશ ટગત સાહેબ, શ્રી સુરેશ ક્રિષ્ના સાહેબ ,અને પ્રોગ્રામ ડાયરેક્ટર શ્રી લક્ષમીનારાયણ સાહેબે એ મુલાકાત લીધી હતી ,જેમાં આ કાર્યક્રમ ની અમલવારી કરનાર સંસ્થા ‘ઇન્ડિયા ફાઉન્ડેશન ફોર હ્યુમનેસ્ટિક ડેવલોપમેન્ટ(ifhd)’ ના ગુજરાત ના લીડ શ્રી કુલદીપ દીક્ષિત સાહેબ ,બેંગ્લોર થી મલ્લિકાર્જુન પાટીલ સાહેબ અને પ્રોજેકટ મેનેજર રામ લાખણોત્રા એ આ તમામ વિસ્તાર માં થઈ રહેલા પ્રોજેકટ અમલીકરણ ની મુલાકાત કરાવી હતી. આ કાર્યક્રમ માં કુલ 6 એફ પી ઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં જાફરાબાદ તાલુકા ના ૨ એફપીઓ
૧.જાફરાબાદ એગ્રો પ્રોડ્યુસર કમ્પની લિમિટેડ ૨.લૂણસાપુરીયા ફાર્મર પ્રોડ્યુસર કમ્પની લિમિટેડ સાવરકુંડલા તાલુકા ની ૨ એફપીઓ ૧.હિલ્લોક ફાર્મ પ્રોડ્યુસર કમ્પની લિમિટેડ ૨. જોગીદાશ ફાર્મ કમ્પની લિમિટેડ અને બગસરા તાલુકા ની ૨ એફપીઓ ૧. ધરતીરક્ષા એગ્રો પ્રોડ્યુસર કમ્પની લિમિટેડ ૨.ધબક અમરેલી spnf પ્રોડ્યુસર કમ્પની લિમિટેડ નો સમાવેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ