Latest

જામનગર પોલીસનો પ્રશંસનીય પ્રયાસ: પોલીસ, ફોરેસ્ટ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં યુવાઓ માટે પોલીસ હેડક્વાર્ટર ખાતે મળશે બહુવિધ સુવીધાઓ

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ, ફોરેસ્ટ, આર્મી, પેરા મિલિટરી ફોર્સ સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે જામનગર શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

અહીં દોડ માટે ટ્રેક, સુવિધાસભર મેદાન, વાતાનુકૂલ વાંચનલય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાઓને અનુકૂળ પડે તે પ્રકારનું વાતાવરણ પૂરું પાડવાનો પ્રશંસનીય પ્રયાસ જામનગર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે.

આ ગ્રાઉન્ડ ખાતે દોડ માટે અનુકૂળ એવો 400 મીટરનો વિશેષ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે સાથે લાંબી કુદ, ઉંચી કૂદ અને લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.હાલ અહીં જિલ્લાના એક હજારથી વધુ યુવક-યુવતીઓ આ સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

માનસિક રીતે પરીક્ષાનો ભય દૂર થાય અને યુવાઓને પરીક્ષાલક્ષી તમામ મદદ મળી રહે તે માટે સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે ગ્રાઉન્ડ પર જોવા મળે તે પ્રકારનો જ સંપૂર્ણ માહોલ અહીં ઉભો કરાયો છે.

સાથે સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાઓને વાંચન માટે યોગ્ય વાતાવરણ મળી રહે તે માટે અહીં વિનામૂલ્યે તમામ પુસ્તકો તથા એ.સી. લાઇબ્રેરીની પણ સુવિધા વિકસાવવામાં આવી છે.

જામનગર જિલ્લાના યુવાઓને વધુમાં વધુ આ સુવિધાઓનો લાભ લઈ પોતાની ઉજ્જવળ કારકિર્દી તરફ ડગ માંડવા આ તકે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા અનુરોધ કરાયો છે.

ઉલ્લેખનીય છે કે ગત તા.1/3/2023 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ મેદાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં ૬૩ મીટરની ત્રિજ્યાવાળુ ક્રિકેટ ગ્રાઉન્ડ તથા તેની ફરતે ૦૫ (પાંચ) મીટરની પહોળાઇવાળો ૪૦૦ મીટરનો વોકીંગ તથા રનીંગ માટેનો ટ્રેક બનાવવામાં આવેલ.

આ ઐતિહાસિક મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત ખેલાડીઓએ પોતાની કારકિર્દી દરમ્યાન પ્રેકટીસ કરી છે. જેથી ક્રિકેટ ચાહકો માટે પણ આ ગ્રાઉન્ડનુ મહત્વપુર્ણ બન્યું છે. તેમજ અહીનો વોકીંગ-રનીંગ ટ્રેક તથા લાઈબ્રેરી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓ માટેની શારીરિક કસોટીની પુર્વ તૈયારી માટે યુવાનોને મદદરૂપ થઈ રહ્યો છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ-૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે ટ્રાફીક એજ્યુકેશન કાર્યક્રમ યોજાયો

એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ…

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *