Latest

જૂનાગઢ જિલ્લામાં 0 થી 18 વર્ષના 220618 બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ

જૂનાગઢ, સંજીવ રાજપૂત: રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૧૮ વયના બાળકોની આરોગ્ય તપાસણીનો આરંભ થયો છે. આ કાર્યક્રમ હેઠળ બાળકને ગંભીર બીમારીઓ ઉપરાંત આંખ, વજન, ઉચાઇ, એનેમિયા, સહિતની બાબતોની તપાસણી કરવામાં આવે છે. તેમજ રસીકરણ, પોષણ પર પણ ભાર મુકવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વર્ષ-૨૦૨૫-૨૬ અંતર્ગત જૂનાગઢ જીલ્લાનાં ૦ થી ૧૮ વર્ષના કુલ ૨૨૦૬૧૮ બાળકોની આરોગ્ય તપાસણી જે તે આંગણવાડી, શાળા ની મુલાકાત લઈ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની મોબઈલ હેલ્થ ટીમ નાં મેડીકલ ઓફિસર અને પેરા મેડીકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે.

શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા અપ્રિલ-૨૫ થી પ્રાથમિક સ્ક્રીનીંગની કામગીરી શરૂઆત કરી દેવામાં આવ્યુ હતુ.જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રનાં ૦ થી ૫ વર્ષનાં કુલ પરપર જેટલા આંગણવાડી બાળકોની આરોગ્ય તપાસ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

તેમજ તા. ૨૫ જુન થી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની સાથે જિલ્લા ની તમામ સરકારી અને ખાનગી પ્રાથમીક તેમજ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા કુલ ૧૬૨૮૭૪ બાળકો ના પ્રાથમિક સ્કીનીંગની કામગીરી શરુ કરવામાં આવી છે.

આ કામગીરી સમગ્ર વર્ષ દરમ્યાન ચાલશે.જેમાં બાળકોની આરોગ્ય તપાસ અને સામાન્ય બીમારી ધરાવતા વિદ્યાર્થીઓ ને સ્થળ ઉપર સારવાર અને ગંભીર બીમારી ધરાવતા વિદ્યાર્થીઓને સંદર્ભ સેવા માટે આગળ હાયર સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવશે.આ બાળકો આખની તપાસ કરી જરૂરિયાત જણાતા બાળકોને મફત ચશ્મા નું વિતરણ કરવામાં આવશે.

ઉપરોક્ત, સમગ્ર કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ. અધિકારી શ્રીનાં માર્ગદર્શન હેઠળ તાલુકા ની ૧૯ આર.બી.એસ.કે. મોબાઈલ હેલ્થ ટીમ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું

વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…

1 of 614

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *