Latest

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલનો એન્યુઅલ ડે 2024-25નો ભવ્ય કાર્યક્રમ યોજાયો

શક્તિપીઠ અંબાજી ખાતે ઘણી બધી નાની મોટી શાળાઓ આવેલી છે પરંતુ નાના બાળકો માટેની સુંદર શાળા તરીકે કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટું નામ રોશન કરેલ છે.

નર્સરી, એલકેજી અને એચકેજી ના બાળકોને વ્યવસ્થિત રીતે અભ્યાસ અને સાથે સાથે હિન્દુ ધર્મના તમામ તહેવારો અહીં શાળામાં ઉજવવામાં આવે છે ત્યારે તાજેતરમાં કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલ નો એન્યુઅલ ડે ફંકશન મૈત્રી અંબે સોસાયટીના ગાર્ડનમાં યોજાયો હતો. મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર અંશુ સારસ્વત હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ સુંદર કાર્યક્રમ ભજવ્યો હતો.

કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલનું ચોથું વાર્ષિક ફંક્શન તાજેતરમાં ઉજવવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં તમામ બાળકો દ્વારા ખૂબ જ સરસ અલગ અલગ સુંદર ગીતો અને પાત્ર રજૂઆત કરવામાં આવ્યા હતા. શાળાના નાના વિદ્યાર્થીઓએ તેમના ડાન્સ દ્વારા આ સંદેશ આપ્યો હતો કે પ્રાણીઓને મારશો નહીં, મોબાઈલનો ઉપયોગ કરશો નહીં, પોતાના પરિવારને સમય આપો.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ના પરિવારજનો અને સોસાયટીના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલનો સમગ્ર સ્ટાફ જેમાં રાખી શર્મા, હિમાંશી રાઠોડ (ડિરેક્ટર) પૂજા ગોયલ (આચાર્ય) ધારા મેમ, શ્વેતા મેમ, સુનીતા મેમ, કુસુમ મેમ, સુમન મેમ, ગાયત્રી મેમ અને મીના મેમએ સહયોગ આપ્યો હતો.

રિપોર્ટર પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દ્વારકા પદયાત્રીઓના સેવાર્થે જામનગરમાં યોજાયેલા કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટમંત્રી મુળુભાઈ બેરા

જામનગર સંજીવ રાજપૂત, દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની…

દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં પગપાળા જઈ રહેલા યાત્રીઓ માટે જામનગર આરોગ્ય વિભાગની ઉમદા કામગીરી

જામનગર સંજીવ રાજપૂત: દેવભૂમિ દ્વારકા ખાતે હોળી-ધુળેટીના પર્વ નિમિતે ફૂલડોલ…

નવસારી જિલ્લાના વિવિધ કલાકારોએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નો રંગ જમાવ્યો

નવસારી,સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્યના આદિવાસીઓ હોળી સહિતના તહેવારો, અને…

1 of 585

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *