શક્તિ,ભકિત અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે. અંબાજી ખાતે કોઈજ સ્મશાન આવેલું નથી અને અંબાજી થી 7 કિલોમીટર દૂર કોટેશ્વર સરસ્વતી નદીના કિનારે અંતીમ ધામ આવેલું છે. અંતીમ ધામ ખાતે લાકડાની વ્યવસ્થા કરવામાં આવી છે પણ અંતીમ સંસ્કાર વખતે ચંદનના લાકડાનું ઘણું જ મહત્વ છે ત્યારે અંબાજી ના નીલકમલ સોમપુરા આગળ આવ્યાં છે અને તેમણે ચંદનનુ ઝાડ ઉગાડયું છે અને તેમણે ચંદનના નાના નાના લાકડાની થેલી બનાવી છે.
અંબાજી આસપાસનાં લોકોને વિના મુલ્યે ચંદનના ઝાડ નુ લાકડું કોઈપણ વ્યક્તિને આપવાની તેમને સુંદર કામગીરી હાથ ધરી છે. કોઇપણ વ્યક્તિને લાકડું જોઈતુ હોયતો તેમણે કુંભારીયા ખાતે સ્ટોનટચ માર્બલ્સ ફેક્ટરી થી ચંદનનુ લાકડું વિના મુલ્યે મળશે. લોકો વિવિઘ પ્રકારની સેવા કરી રહ્યાં છે ત્યારે નીલકમલ સોમપુરા પણ સેવાકીય પ્રવૃત્તિઓ કરવા આગળ આવ્યાં છે
અંબાજી પ્રહલાદ પૂજારી