સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ ધસી જઇ બીએલઓની કામગીરી સોંપવામાં નાં આવે તેવી માંગ સાથે લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિતમાં રજુઆત કરવામાં આવી.
લીંબડી તાલુકા ઘટકના મનીષાબેન પ્રજાપતિ, મધુબેન દેવથલા, દુગાબેન ડાભી, ગીતાબેન કઠેકિયા, ગુનીબેન જાદવ, ઇલાબેન જાદવ, કવિતાબેન ગોસ્વામી, કોમલબા ઝાલા, જ્યોત્સના બેન ચૌહાણ સહિતના આંગણવાડીની કાર્યકરો બહેનોએ લીંબડી પ્રાંત અધિકારી તથા લીંબડી મામલતદારને લેખિત રજૂઆત જણાવ્યું હતું કે અમો આઇસીડીએસ ભારત સરકારની ફ્લેગશીપ યોજના પકી એક મહત્વની યોજનામાં કાર્યરત છીએ. આ યોજનામાં 7 વર્ષથી નાના બાળકોને 3થી 6 વર્ષના બાળકો તથા ધાત્રી સગર્ભા તથા કિશોરીઓને આરોગ્ય પોષણની દેખરેખ તેમજ સીએમ કાર્યક્રમ 3થી6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ વગેરે કામનું ભારણ હોય છે.
હાલમાં અમોને બીએલઓની કામગીરી સોંપાઇ છે તે અમે કરી શકીએ તેમ નથી! અમારી ઘણી બહેનોનુ ભણતર 7 સુધીનું જ હોવાથી આ કામમાં અમોને ઘણી બધી મુશ્કેલી થાય છે. આંગણવાડી ઉપરાંત આરોગ્યનું કામ કરીએ છીએ હંગામી હોવા છતાં બીએલઓની કામથી ભારણ વધે છે. એક તરફ કાયમી કરવા સામે ઓરમાયુ વર્તન કરાય છે. બીજી તરફ કામગીરી વધતી જાય છે. તેવું આંગણવાડી બહનોએ મૌખિક રજૂઆત કરી હતી..