શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.અંબાજી ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે,
ત્યારે અંબાજી ખાતે અંદાજે 200 જેટલી હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળા આવેલી છે. અંબાજી પોલીસ સ્ટેશન પાસે 11 સપ્ટેમ્બર ના રોજ લોર્ડ્સ ઇકો ઈન હોટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.હોટલના સીઈઓ પુષ્પેંન્દ્ર બંસલે જણાવ્યુ હતુ કે ગુજરાતમાં હવે 22 હોટલ ચલાવે છે.
સુધીર જૈન, વાઇસ પ્રેસિડેન્ટ લોર્ડ્સ હોટેલ્સ એન્ડ રિસોર્ટસએ જણાવ્યુ હતુ કે અમારી હોટલોની ચેન જમ્મુ, દ્વારકા, ચોટીલા, અમૃતસર, નાથદ્વારા, સોમનાથ, કાઠમંડુ સહીત ધાર્મિક સ્થળો પર અમારી હોટલ આવેલી છે. સિગ્નેચર પ્યોર વેજ રેસ્ટોરન્ટ મનોરથ પણ બનાવેલી છે. મોટી સંખ્યામાં લોકો લોકાર્પણ કાર્યક્ર્મ મા હાજર રહ્યા.
લોર્ડ્સ ગ્રુપની ભારત, નેપાળ, અમેરીકા સહિત વિવિધ દેશોમાં હોટલ આવેલી છે. અંબાજી ખાતે સૌથી સારી હોટલ અને સૌથી સારી સર્વિસ ધરાવતી એક માત્ર હોટલ છે. હોટલના માલીકો અને લોર્ડ્સ ગ્રુપના અધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
અંબાજી પ્રહલાદ પૂજારી