ગાંધીધામ : જે રીતે વિશ્વમાંથી પોલિયોની નાબૂદી માટે વર્ષોથી ઝુંબેશ ચાલી રહી છે તે જ રીતે સમગ્ર વિશ્વમાંથી મેલેરિયા તાવ ની નાબૂદી માટેની પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે માનવતા ગ્રુપ , આદિપુર દ્વારા ગાંધીધામના જૂની સુંદરપુરી વિસ્તાર ના મુખ્ય નાળામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યું હતું. અને લોકોને સ્વચ્છતા જાળવવા અને નિયમિત રૂપ થી જ્યાં પણ ગંદકી દેખાય ત્યાં જંતુનાશક દવા છાંટી મેલેરીયા તાવ થી બચવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યું હતું .
આ પ્રસંગે માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા એ મચ્છરજન્ય રોગો સામે રક્ષણ મેળવવા ઠેર ઠેર સફાઈ ઝુંબેશ ચલાવી ખૂબ જ જરૂરી છે અને મેલેરિયા તાવથી બચવા માટે નિયમિત રૂપથી જંતુનાશક દવા નું છંટકાવ કરવો ખૂબ જ અસરકારક સાબીત થશે સાથે સાથે પુરા નાશક કામગીરી નિયમીત રૂપ થી હાથ ધરવા જન જાગૃતિ અભિયાન ચલાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
જંતુ નાશક દવા કામગીરી નું આરંભ શ્રી અખિલ ભારત માતંગ મંડળ ના ઉપપ્રમુખ કિશોર બી . મતિયા, જૂની સુંદરપુરી મહેશ્વરી સમાજ ના પૂર્વ પ્રમુખ શિવજીભાઈ વિગોરા,
સામાજિક અગ્રણી કાનજીભાઈ સૂંઢા,બચુભાઈ પીઠડીયા , ભૂપેશ ભાઇ પટેલ,ખીમજીભાઇ જટ , કિશનભાઇ પાતરિયા, શંકરભાઈ સિંધવ, હરીન્દ્રભાઈ ઠાકોર , પપુભાઇ શાહ તેમજ અન્ય અગ્રણીઓ કર્યો હતો.
ભાવેશ મુલાણી, ભરૂચ.