મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા
મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને ખેલાડીઓ સન્માનિત કર્યા
ભરૂચ જિલ્લામાં જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યકિત વંચિત ન રહે તે માટે જાગૃતિ કેળવવા અને આ સંકલ્પ યાત્રા તમામ માટે મહત્વપૂર્ણ સોપાન બની રહે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે.
આજરોજ ભરૂચના નંદેલાવ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહેંચચા બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી ભાવભેર સ્વાગત કર્યુ હતું.
આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડે વિડિયો સંદેશ લોકોએ નિહાળ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થીઓ એ ધરતી કરે પુકાર નાટક રજુ કરી પ્રાકૃતિક ખેતીનું મહત્વ દર્શાવ્યું હતું. અને ઉપસ્થિત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અન્વયે પોતાના અનુભવો રજૂ કર્યો હતા. આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ, મંજૂરી પત્રો, ચેક અને સારૂ પ્રદર્શન કરનારા ખેલાડીઓ સન્માનિત કર્યા હતા.આ પ્રસંગે, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશ ભાઈ મિસ્ત્રીએ પણ સરકારી સેવાઓનો લાભ ન લીધો હોઈ તેવા સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા લોકોને અનુરોધ કર્યો હતો
આ પ્રસંગે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી ધર્મેશ મિસ્ત્રી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કૌશિક પટેલ, ઉપ પ્રમુખશ્રી રણજીતભાઈ, તાલુકા સભ્ય જયશ્રીબેન વાંછાની, સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન ચૌહાણ, ઉપસરપંચશ્રી પ્રકાશભાઈ મેકવાન, તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ અન્ય પદાધિકારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.