કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર મુજબ, રાજ્યમાં તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમ અંતર્ગત Enumeration Formsનું છાપકામ, વહેંચણી, ફોર્મ એકત્રીકરણ, ડિઝિટલાઈઝેશન, મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ, હક્ક દાવા તથા વાંધા અરજીઓનો નિકાલ અને મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ જેવી મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં જિલ્લાના તમામ તાલુકાના ચૂંટણી અધિકારીઓ, બૂથ લેવલ ઓફિસર્સ (BLOs), સુપરવાઈઝર્સ તથા સંલગ્ન કર્મચારીઓએ ભાગ લીધો હતો.
તાલીમ દરમિયાન ફોર્મ ભરવાની રીત, ડેટા એન્ટ્રી, ડિજિટલ પ્રક્રિયા, અરજીઓનો નિકાલ તેમજ મતદારયાદી સુધારણાના તમામ તબક્કાઓની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ તાલીમના માધ્યમથી મતદારયાદીમાં શુદ્ધતા, પારદર્શિતા અને સમયબદ્ધતા જાળવી રાખવાનો હેતુ સિદ્ધ કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ અધિકારીઓને આ કાર્યક્રમને ગંભીરતાથી અમલમાં મૂકવા સૂચના આપી છે.આ કાર્યક્રમની સફળતા માટે નાગરિકોનો પણ સહયોગ અપેક્ષિત છે.
















