ક્ષત્રિય કારડીયા રાજપુત સમાજે ભવ્ય જાન જોડી
રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સહિત અધિકારીઓની ઉપસ્થિતિ
વલ્લભીપુર તા.20
વલ્લભીપુરમાં સર્વ જ્ઞાતિના પિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે કથા વક્તા દિપાલી દીદીએ વલભીપુર ગ્રામજનોને ભાગવત કથામાં રસતરબોળ કર્યા હતા.
બહોળી સંખ્યામાં ઉપસ્થિત કથા શ્રાવકો અને જાનૈયા રાસ ગરબા લઈને ઝૂમી ઉઠ્યા હતા. આ અવસરે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહમાં વક્તા દિપાલી દીદીએ ખુશ થઈને કારડીયા રાજપુતના મ્હોફાટ વખાણ કર્યા હતા.
રાજપૂતો સાથે ક્ષત્રિય કારડીયા રાજપૂત દ્વારા આ રૂક્ષ્મણી વિવાહ માં 3,51,000/- ચાંદલો કરાવેલ અને એક રાજપૂતને શોભાયમાન રીતે શિસ્તબદ્ધ રાજપૂત સમાજ ભવનથી અલગ અલગ શરીઓમાં થઈને ભાગવત સપ્તાહ સ્થળ સુધી જાન લઈને પહોંચ્યા હતા.
ઘોડા પર સવારી કરીને યુવાનો ડી.જે.ના તાલે બગી, ઘોડાગાડી સાથે જાન નીકળી હતી.
ઉપસ્થીત મહેમાનો સાંસદ ભારતીબેન શિયાળ તમામ મહેમાનો, દાતાઓ અને સંતો શ્રીમદ ભાગવતની આરતીમાં સાથે જોડાયા હતા. ભાગવત સપ્તાહના દાતાને આ પ્રસંગ માટે કહેવામાં આવ્યું હતું કે આ પ્રસંગ રાજપૂત સમાજ વતી કરવાનો છે ત્યારે દાતા દિલીપસિંહ પરમાર અને મહેશભાઈ બંને ભાઈઓએ આ પ્રસંગને રૂડો દીપી ઉઠ્યો હતો.
તસ્વીર ધર્મેન્દ્રસિંહ સોલંકી